ખરોડ ગામે એક શંકાસ્પદ શખ્સ પાસેથી પિસ્તોલ ઝડપાઇ
-પિસ્તોલ આપનાર અને ઝડપાયેલા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ દાખલ
દાહોદ તા.17 માર્ચ 2020 મંગળવાર
દાહોદ તાલુકાના ખરોડ ગામેથી પોલીસે એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરી તેની અંગ ઝડતી કરતાં પાસ પરમીટ વગરની રૂ.15,૦૦ ની માઉઝર પિસ્ટોલ, રૂ.100 ની કિંમતના કાર્ટીસ નંગ.૨ તથા એક્ટીવા ટુ વ્હીલર મળી કુલ રૂ.45,1૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.
દાહોદ તાલુકા પોલીસ મળેલ બાતમીના આધારે ગત તા.16 મી માર્ચે ખરોડ ગામે વોચ ગોઠવી ઉભા હતા.તે સમયે એક શંકાસ્પદ શખ્સ એક્ટીવા ટુ વ્હીલર ગાડી સાથે નજરે પડતાં તેની અટકાયક કરી હતી .તેની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેની અંગઝડતી કરી હતી.
પોલીસને તેની પાસેથી ગેરકાયદે અને પાસપરમીટ વગરની રૂ.1500 ની માઉઝર પિસ્ટોલ, રૂ.100 ની કિંમત કાર્ટીસ નંગ.૧ તેમજ એક્ટીવા મળી કુલ રૂ.45,100 નો મુદ્દામાલ જપ્ત કરી તેની પુછપરછ કરતાં પોતાનું નામ રાહુલ મકનસિંહ પરમાર (રહે. ઝરીખુર્દ, પરમાર ફળિયુ,તા.જી.દાહોદ) જણાવ્યુ હતુ.આ માઉઝર પિસ્તોલ અને કાર્ટીસ બાબુભાઈ જાલમભાઈ માવી (રહે.તા.જી.દાહોદ) નાની પાસેથી લાવ્યો હોવાનું કબુલાત કરી હતી.
આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે બંન્ને શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.