ટીંબા ગામે બે શખ્સો પૈકી એક પાસેથી પિસ્તોલ ઝડપાઇ
-બંને શખ્સોની અટકાયત કરાઇ
દાહોદ તા.14 માર્ચ 2020 શનિવાર
લીમખેડા તાલુકાના ટીંબા ગામેથી પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ઉભા હતા.તે સમયે બે શખ્સો નજરે પડતાં તેઓની પકડી લઇ એકના પેન્ટના કમ્મરે ખોસવેલ રૂ.15,૦૦૦ ની કિંમતની દેશી બાથ બનાવટની માઉઝર (પિસ્ટોલ) સાથે બેની અટક કરી જેલ ભેગા કર્યો છે.
લીમખેડા તાલુકાના ઘુટીયા ગામે નિશાળ ફળિયામાં રહેતા કમલેશભાઈ કનુભાઈ ડામોર તથા અરવિંદભાઈ કનુભાઈ ડામોર એમ બે સગાભાઈઓ ગત તા.૧૩મી માર્ચે ટીંબા ગામે ઉભા હતા.
બે પૈકી કમલેશની પાસે વગર પાસ પરમીટનો અને ગેરકાયદે કોઈ ગુન્હો કરવાના ઈરાદે કમલેશે પોતાની સાથે દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ હોવાનું પોલીસને માહિતી મળતાં પોલીસ ટીંબા ગામે પહોંચી ગઈ હતી.
બંન્ને ભાઈઓ નજરે પડતાં પકડી લઈ કમલેશે પેન્ટના કમ્મરના ભાગે ખોસવેલી પિસ્ટોલ કિંમત રૂ.15,૦૦૦ ની જપ્ત કરી બંન્ને ભાઈઓ વિરૂધ્ધ લીમખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.