દાહોદના મોટી ખરજ ગામે ગૌવંશ સાથે એક શખ્સ ઝડપાયોઃ એક ફરાર
દાહોદ તા.20 ડિસેમ્બર 2019 શુક્રવાર
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે બે શખ્સો ત્રણ ગૌવંશને બાંધી કતલખાને લઈ જતા હોવાની પોલીસને બાતમી મળતાં તેઓનો પીછો કરતાં બે પૈકી એકને ગૌવંશ સાથે ઝડપી પાડયા હતા.જ્યારે એક નાસી જવામાં સફળ રહ્યો હતો.
સાજનભાઈ મંગુભાઈ મીનામા તથા દિનેશ ધુમસીંગભાઈ મિનામા (બંન્ને રહે. મોટી ખરજ, તળાવ ફળિયુ, તા.દાહોદ,જી.દાહોદ) ગતરોજ બે વાછરડા તથા એક ગાય જેની કુલ રૂ.95૦૦ ના ગૌવંશને દોરડા વડે ક્રૂરતા પુર્વક બાંધી કતલખાને ચાલતા લઈ મોટી ખરજ ગામેથી પસાર થઈ રહ્યા હતા .
તે સમયે પોલીસને મળેલી બાતમીના આધારે તેઓનો પીછો કરતાં સાજનભાઈને પોલીસે ગૌવંશ સાથે ઝડપી પાડયો હતો જ્યારે દિનેશભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. દાહોદ તાલુકા પોલીસે ત્રણેય ગૌવંશને નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.