દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના 31 કેસ
- કુલ કોરના કેસ 351 ઉપર પહાેચ્યાે
દાહોદ તા.23 જુલાઇ 2020 ગુરૂવાર
દાહોદ જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના વધુ 31 કેસ આવતા કુલ આંકડો 351 ઉપર પહોંચી ગયો છે .જેમાંથી એક્ટીવ કેસ 212 થઈ ગયા છે.મૃત્યુદર 23 ઉપર પહોચ્યો છે. આ કોરોના પ્રકોપ ધીરે ધીરે હવે ગ્રામીણ વિસ્તાર તરફ પ્રયાણ કરતાં આરોગ્ય સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.
આ 31 વ્યક્તિઓના આજે 226 કોરોના સેમ્પલો પૈકી પોઝિટિવ રિપોર્ટો આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ વ્યક્તિઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનું ટ્રેસીંગ કામગીરી હાથ ધરી દેવામાં આવી છે .તેઓના રહેણાંક વિસ્તારોમાં સેનેટરાઈઝીંગની કામગીરીમાં જોતરાઈ ગઈ છે. આ 31 કી 17 કોરોના પોઝિટિવ દર્દીઓ દાહોદના જ હોવાથી અને દાહોદ શહેરવાસીઓમાં એક પ્રકારના ચિંતાના માહોલ સાથે ફફડાટ ફેલાવા પામ્યો છે.