Gujarat

દેવગઢ બારિયા સબજેલમાંથી દીવાલ કૂદી કાચા કામના 2 કેદી ફરાર

By GS Team
8 Feb 20202 mins read
This article was originally published on 8 Feb 2020
દેવગઢ બારિયા સબજેલમાંથી દીવાલ કૂદી કાચા કામના  2  કેદી  ફરાર

દેવગઢ બારીયા તા.8 ફેબ્રુઆરી 2020 શનિવાર

દેવગઢ બારીયા તાલુકામાં મથકે આવેલી સબ જેલમાંથી બે કાચા કામના કેદી જેમાં એક કુખ્યાત બુટલેગર અને બીજો અપહરણ બળાત્કાર પોસ્કોનો કેદી જેલની દીવાલ કૂદી ફરાર થઈ જતા જેલ સત્તાધીશ સહિત જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું જેલરે ફરાર થયેલા બે આરોપી તેમજ જેલ ગાર્ડ ના માણસો વિરુદ્ધ ગુન્હો નોધાવ્યો પોલીસે તપાસ હાથ ધરી હતી.

 તા 7 ફેબુ્રઆરીના રોજ  દેવગઢ બારીઆ ખાતે આવેલી સબ જેલમાં બેરેક નંબર- 2 ના રૂમ નંબર ૫ માં  કુલ પાંચ કેદી હતા .સાંજ ના સમયે આરતીનો સમય હોવાથી પૂજા માટે  પાંચ કેદી ઓને બેરેકમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. તે બાદ પૂજા પૂરી થતા  તમામ  કેદી આ નેબેરેકમાં પરત મૂકી દીધેલા અને પછી બેરેક વાઇસ ગણત્રી કરતાં જેમાં રૂમ નબર પાંચ માં બે કેદી  ગણત્રીમાં ઓછા જણાતા તપાસ કરતા બે કાચા કામના કેદી ગાર્ડ ના માણસોની નજર ચૂકવી દિવાલ ઉપર દોરડું નાખી ફરાર થઈ ગયા હોવાનું જેલ ગાડ નાના માણસોને જનાઈ આવતા હતા.

જેમાં એક કુખ્યાત બુટલેગર ભીખા હેમસિંગ રાઠવા( રહે મીઠી બોર તા.જી છોટા ઉદેપુર) નો જે  સાગટાળા પોલીસ મથક ના બે  પ્રોહી એકટ મુજબ  તેમજ 307  . આર્મ એક્ટ ના ગુન્હા નો કાચા કામનો કેદી તેમજ અન્ય કૌશિક કિર્તન ડામોર (રહે ,ડુમકા તાલુકો ધાનપુર )જે ધાનપુર પોલીસ મથકના ફસ્ટ ગુના  મુજબનું કાચા કામનો આરોપી એમ બન્ને કેદી  દિવાલ ઉપર દોરડું નાખી પોલીસ ની નજર ચૂકવી ફરાર થઈ ગયા હતા .

જે બનાવ અંગે જેલ ગાર્ડ ના પોલીસ કર્મી રમણસિંહ ગણપતસિંહ એ સબ જેલના જેલરને આ બનાવ અંગે લેખિત જાણ કરતા જેલર તાત્કાલિક ઉપર દોડી ગઈ દેવગઢબારિયા પોલીસ ને આ બનાવ અંગેની જાણ કરતા પોલીસે તાત્કાલિક રાત્રિના નાકા બાંધી કરાવી હતી જ્યારે બન્ને કેદી મળી નહિ આવતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત રાત્રિના તપાસ હાથ ધરી હતી.

પોલીસ કાફલો દેવગઢબારિયા દોડી આવ્યો હતો .આ બન્ને કાચાકામના કેદી ભીખા હેમસિંગ રાઠવા અને કૌશિક કિર્તન ડામોર સહિત   જેલ ગાર્ડ ના પોલીસ કર્મી એ એસ આઇ. રમણસિંહ ગણપતસિંહ .આ પો કો અલ્પેશકુમાર લક્ષ્મણસિંહ લો આ આ.પો કો અશ્વિન વાલ સિંગ. તેમજ. લો અં પો કો. અનિલ રમેશભાઈ ફરજ માં બે દરકારી દાખવી હોવાથી જેલર દર્શન ચૌધરીએ બનેે કાચા કામના આરોપી સહિત ચાર પોલીસ જવાન વિરુદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે