દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવના 18 કેસ
દાહોદ તા.24 જુલાઇ 2020 શુક્રવાર
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના ઉમેરાનો સિલસિલો આજે પણ અકબંધ રહેવા પામ્યો છે.જેમાં 18 નવા દર્દીઓનો સમાવેશ થવા પામ્યો છે.આરોગ્ય વિભાગે ગઈકાલે 199 સેમ્પલો કલેકટ કરી તપાસ અર્થે મોકલ્યા હતા.તે પૈકી 181 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
આજરોજ ત્રણ થી ચાર લોકોના મૃત્યુ થયાં હોવાના અહેવાલ છે.પરંતુ તેઓ કોરોનામાં મરણ પામેલા છે કે કેમ તે હાલ સ્પષ્ટ થઇ શક્યું નથી .આજના નવા દર્દીઓ મળી કુલ 223 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ સપ્તાહ કરતા વધુ કોરોનાનો કાળો કેર યથાવત રહેવા પામ્યો છે.આજરોજ નવા કોરોના સંક્રમિત 18 દર્દીઓમાં વધારો થતાં દાહોદના જિલ્લાવાસીઓ ચિંતાતુર બન્યા છે.આજના પોઝિટિવ દર્દીઓ મળી કુલ 285 કોરોનાના દર્દીઓ દાહોદ શહેરમાં નોંધાવવા પામ્યા છે.
આજરોજ વધુ 4 લોકોના મૃત્યુ થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઓડિટ રિપોર્ટ બાદ જ સાફ થશે કે ઉપરોક્ત લોકો કોરોનાથી કે અન્ય બીમારીઓ થી મૃત્યુ પામ્યા છે.આરોગ્ય વિભાગ સહીત વહીવટીતંત્રની કામગીરીમાં વધારો જોવા મળી રહ્યો છે.આરોગ્ય વિભાગે ગઈકાલે 199 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી માટે મોકલ્યા હતા .તે પૈકી 181 લોકો ના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે.
આરોગ્ય વિભાગે સરકારી કોરોનટાઇન તેમજ હોમ ક્વાેરેન્ટાઇન મળી 10,512 લોકોના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા તે પૈકી 9979 લોકોના રિપોર્ટ પેન્ડિંગ આવ્યા છે.આજના નવા ઉમેરાયેલા દર્દીઓ મળી કુલ 369 લોકો કોરોના સંક્રમિત થયા છે.જે પૈકી 123 લોકો કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા મળી જતા હાલ 223 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
23 લોકો કોરોના મહામારીમાં મોતને ભેટયા છે.જ્યારે હાલ 164 લોકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આરોગ્ય વિભાગે આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી જેતે વિસ્તારને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરવાની તજવીજ હાથ ધરી છે.