Get The App

106 વર્ષના ધાનકીબેને ઉત્સાહભેર મતદાન કર્યુ

-જાલત તાલુકા પંચાયતની ચુંટણી યોજાઈઃ5700 મતદારોનું મતદાન

Updated: Oct 7th, 2018

GS TEAM

Google News
Google News

દાહોદ,તા.૭,ઓક્ટોબર,2018,રવિવાર106 વર્ષના ધાનકીબેને ઉત્સાહભેર મતદાન કર્યુ 1 - image

 જાલત તાલુકા પંચાયતની એક બેઠકની ચુંટણીને આજરોજ જાલત ગામે મોટી સંખ્યામાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મતદાનમાં જોડાયા હતા ત્યારે આ બેઠક માટે ભાજપ-કોંગ્રેસના બંન્ને ઉમેદવારો સામસામે મેદાનમાં હોવાથી આ ચુંટણી કાટાની ટક્કર સમાન બની રહી છે. સવારના ૯ વાગ્યાથી મતદાન શરૂ થયુ હતુ અને સાંજના પ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી.

દાહોદ તાલુકાની જાલત તાલુકા પંચાયતની એક બેઠક માટેની ચૂંટણીનું મતદાન આજરોજ યોજાયું હતુ. સવારે ૯ વાગ્યાથી શરૂ થયેલ આ મતદાન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ તેમજ પુરૂષોએ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ મતદાન કર્યુ હતુ. ત્યારે આ મતદાન પ્રક્રિયામાં મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવાતા અને મતદાન પ્રત્યે જાગૃતતા દેખાડતા લાંબી કતારોમાં મહિલાઓ મતદાન કરતી વધુ જોવા મળી હતી. આ મતદાન પ્રક્રિયામાં જાલત ગામે ૩ બિલ્ડીંગમાં કુલ ૬ બુથ ફાળવવામાં આવ્યા હતા. આ ગામમાં મહિલા પુરૂષ મહિલ કુલ પ૭૦૦ મતદારો નોંધાયા છે. આ ચુંટણીમાં કોંગ્રેસ તરફી રેમાબેન ભરતભાઈ બીલવાળ અને ભાજપ તરફી અનીલાબેન કેતનભાઈ બીલવાળ ઉમેદવારો તરીકે ઉભા રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર હોવાથી બંન્ને વચ્ચે કાંટાની ટક્કર હોવાનું પણ કહેવાઈ રહ્યુ છે. જેમાબેન ભરતભાઈ બીલવાલના પતિ ભરતભાઈ બીલવાળ પહેલા ભાજપમાં હતા અને બાદમાં ભાજપને છેડો ફાડી કોંગ્રેસમાં આવ્યા બાદ કોંગ્રેસના બેનર પર ચુંટાઈ આવ્યા હતા. આ બાદ ભરતભાઈ બીલવાળનું અકસ્માતમાં મોત નીપજતા આ બેઠકની સીટ ખાલી પડી હતી અને જેથી તેમના પત્નિ રમાબેન બીલવાળ કોંગ્રેસના બેનર પરથી ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. સવારે ૧૦ વાગ્યા સુધી ૨૫ ટકા અને બપોરના ૩ વાગ્યા સુધી ૩૯ ટકા મતદાન નોંધાયું છે. આ મતદાન પ્રક્રિયામાં ગામમની એક ૧૦૬ વર્ષિય વૃધ્ધા ધાનકીબેન મંગળાભાઈ બીલવાળને તેના સ્વજનોના સહારે મતદાન મથક સુધી લઈ જઈ મતદાન કરાવ્યુ હતુ અને ધાનકીબેને પણ ઉત્સાહ ભેર મતદાન કર્યું હતુ. આ ચુંટણીની મતગણતરી પરમ દિવસે એટલે કે, તારીખ ૯ ઓક્ટોમ્બરના રોજ યોજાનાર છે. મતદાન પ્રક્રિયા ચુસ્ત પોલીસ પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવ્યુ હતુ.

Tags :