કવાંટ તાલુકા ના તલાટી કમ મંત્રી ઓની માસ સી.એલ
સરકારી કામગીરી ઠપ્પઃરેવન્યુ તલાટીની સમકક્ષના લાભોની માંગ
કવાંટ,તા.29.સપ્ટેમ્બર,2018,શનિવાર
કવાંટ તાલુકાના તલાટી કમ મંત્રીઓને પગારમાં વિસંગતતા,પેન્શનનો લાભ,પ્રમોશન,વિવિધ પડતર માંગણીઓ ઉપરાંત રેવન્યુ તલાટીઓની નિમણુંક થઈ હોવા છતાં રેવન્યુના કામનું ભારણના વિવાદે સરકાર દ્વારા કોઈ ઉકેલ નહીં લાવવામાં આવતા માસ સીએલ પર આજે ઉતરી ગયા હતા,જેના પગલે સરકારી કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.
તલાટી કમ મંત્રી સરકાર ના પંચાયત વિભાગ ના કર્મચારીઓ છે છતાં પણ ૧૯૬૧ થી પંચાયત વિભાગ ની સાથે સાથે મહેસૂલ (રેવન્યુ) વિભાગ અને ગ્રામ વિકાસ વિભાગની ૭૨ પ્રકારની કામગીરી કરતા આવ્યા છે અને હાલમા કરી રહ્યા છે.
સરકાર ની કોઇપણ યોજના હોય તેનુ અમલીકરણ છેલ્લે તો તલાટી કમ મંત્રી જ દ્વારા કરવામા આવતુ હોય છે.તલાટી કમ મંત્રી ની વિવિધ અસંખ્ય પ્રકારની કામગીરી ની નોંધ લઈ ને ત્યારના મુખ્ય મંત્રી અને અત્યાર ના વડાપ્રધાને તલાટી કમ મંત્રી ને " લાખા વણઝારા" ની ઉપમા આપેલી...બાદમા સરકારે ૨૦૧૨ મા મહેસૂલ વિભાગ ની કામગીરી કરાવવવા માટે રેવન્યુ તલાટી ની સીધી ભરતી કરી હતી છતાં આજદિન સુધી તેમની પાસે થી ગ્રામ કક્ષાની મહેસૂલ ની કામગીરી આંગળી ના વેઢે ગણાય તેટલી પાંચ પ્રકારની કરાવવામાં આવે છે ( ૧૩૫ ડી ની નોટીસ બજાવવી,સિમતળની જમીન ની સ્થળ તપાસ કરવી વગેરે)..અને તમામ કામગીરી તલાટી કમ મંત્રી ની પાસેથી જ કરાવવામાં આવે છે છતાં પણ રેવન્યુ તલાટી ના પગાર ધોરણ અને પ્રમોશન ની તકો તલાટી કમ મંત્રી કરતા વધુ છે..એનો પણ કોઈ વાંધો નથી...પણ સરકારના રેવન્યુ તથા પંચાયત, ગ્રામ વિકાસ વિભાગ ની વર્ષોથી ખંત થી કામગીરી કરતા તલાટી કમ મંત્રી ઓ સાથે ઓરમાયું વર્તન કેમ ?? ઓગસ્ટ ૨૦૧૭ થી ગ્રામ પંચાયત ના પટાવાળા ને છુટા કરી નાખવામાં આવેલા છે અને હાલ એક તલાટી કમ મંત્રી પાસે સરેરાશ ૨ થી ૩ ગામ ચાર્જ માં હોય છે છતાં ગ્રામ કક્ષાએ તલાટી કમ મંત્રી " વન મેન આર્મી" ની ભુમિકા ભજવી સરકારની મોટાભાગની યોજનાઓ નું સીધું અમલીકરણ કરી છેવાડાના માનવી સુધી સમયસર લાભ પહોંચાડવા નું કામ તલાટી કમ મંત્રીઓ કરી રહ્યા છે.
.. તલાટી કમ મંત્રીઓની કોઈ વિશેષ કે અશક્ય માંગણી નથી પરંતુ રેવન્યુ તલાટી ની સમકક્ષના લાભો આપવા પુરતી જ છે ,દરમ્યાન તલાટી કમ મંત્રી ઓ ને પગાર મા વિસંગતતા ,પેંશન નો લાભ ,પ્રમોશન ,રેવન્યુ તલાટી ઓ ની જગ્યા ભરાયેલ હોવા છતાં રેવન્યુ નું કામ નું ભારણ અમારા શિરે છે અને અન્ય વિવિધ પડતર માંગણી ઓ ના સંદર્ભે માસ સી એલ રજા ઉપર ઉતરેલ છે એમ કવાંટ તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ હિરેન ભાઈ આર પટેલ કહે છે