પાવીજેતપુર ઓરસંગ નદીમાં તરબૂચના સ્થાને રોકડિયા પાક કાકડીની ખેતી કરતા ખેડૂતો
પાવીજેતપુર તા.3 ફેબ્રુઆરી 2021 બુધવાર
પાવીજેતપુર પંથકમાં આવેલી ઓરસંગ નદીના પટમાં વર્ષોથી તરબૂચની ખેતી કરી હતી.જેમાં આર્થિક સહાય થઈ જાય તે માટે કાકડીની ખેતી કરી હતી.પરંતુ છેલ્લા કેટલાય સમયથી તરબૂચની ખેતી કરતા ખેડૂતાેને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય, રૂ.૩૦ થી 35 હજાર સુધીના કિલોના ભાવનું તરબૂચનું બિયારણ લાવી કિસાનો ખેતી કરતા હોય છે .
છેલ્લા કેટલાય સમયથી ઓરસંગ નદીના પટમાંથી રેતી ઉલેચાવાના કારણે પાણીનું સ્તર નીચું જવાથી તરબૂચની ખેતીમાં બરકત આવતી નથી. તેનું વળતર ખૂબ જ ઓછું મળે છે.
ઓરસંગ નદીના પટમાં તરબૂચ ના સ્થાને રોકડિયા પાક એવા કાકડીની ખેતી કરતા ખેડૂતાે થઈ ગયા છે.દર ત્રણ દિવસે માણસો લગાવી રેતીના પટમાંથી કાકડી કાઢવામાં આવે છે 350 થી લઇ રૂ 400 સુધીનો ભાવ આવતા કિસાનો માં આનંદ દેખાઈ રહ્યો છે.
વહેલી સવારે નદીના પટમાં ધરતીપુત્રો પહોંચી જઇ કાકડી તોડી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી બે-ત્રણ કિસાનો ભેગા થઈ ટેમ્પો કરી વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં કાકડી વેચવા માટે જાય છે જ્યાં એકંદરે ભાવ સારા મળવાથી કિશાનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. પાક વધુ સારો થયો હોય ત્યારે ભાવ ઓછા મળે છે ,પાક ઓછો થયો ત્યારે બહુ સારા મળે છે .