બોડેલી લઢોદ રોડ પર નર્મદા કેનાલ પાસે બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત
બોડેલી તા.18 નવેમ્બર 2019 સાેમવાર
બોડેલી લઢોદ રોડ પર નર્મદા મુખ્ય કેનાલ પાસે એક બાઇક સ્લીપ થતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.બોડેલી પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોડેલી તાલુકાના વડદલા ગામે હસુભાઈ દીના ભાઈ તડવીનો પુત્ર લાલુ ભાઈ (ઉ.વ 30 ) બાઇક લઈ ટીંબી મુલાધર ગામે જવા નીકળેલો હતો.બોડેલી તાલુકાના જોગીપુરા ગામે તેની સાળીના ઘરે બોડેલી રહી લઢોદ તરફ જતા લઢોદ નર્મદા મુખ્ય કેનાલના વળાંક પર લલ્લુભાઇ બાઇકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં બાઇક સ્લીપ થતા લાલુ ભાઈ ને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું.
બોડેલી પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.