છોટાઉદેપુરમાં આર ટી ઓ ઓફિસના ધાંધિયા
-નવા વાહનોનું ત્રણ મહિના સુધી પાસિંગ ન થતાં વાહન માલિકો પરેશાન
છોટાઉદેપુર,તા.26 ડિસેમ્બર 2018 બુધવાર
છોટાઉદેપુર જિલ્લામાં ટુ વિલર અને ફોર વિલર વાહનો ત્રણ માસ સુધી પાસિંગ થતા નથી જેને લઈ ગ્રાહકોને વાહન નંબરો મળતા નથી અને દંડનો ભોગ બનવું પડે છે આની પાછળ જવાબદાર આરટીઓની વેબસાઈટ છે
છોટાઉદેપુરથી પાંચ કિમી દૂર બે વર્ષ પહેલાં બનેલી આરટીઓ ઓફિસ હજી પણ કાર્યરત થઈ નથી
જેઓ વાહન ખરીદ કરે તેઓનું પાસિંગ ન થતા ઘણી વખત બહાર પણ જઈ શકતા નથી કારણ કે શહેરી વિસ્તારમાં જતા ઠેરઠેર જગ્યાએ દંડનો ભોગ બનવું પડે છે આ ટી ઓ વિભાગને પાસિંગ માટેના કરોડો રૃપિયા પ્રજા દ્વારા મળે છે છતાં પણ હેરાન કરવામાં આવે છે
આ અંગે છોટાઉદેપુર માં આવેલ એક બાઈકના શો રૃમ ઉપર પૂછપરછ કરતા તેઓ દ્વારા જાણવા મળ્યું હતું કે વાહનો પાસિંગ કરવા માટેના ફોર્મ મળતા નથી અમોએ બે માસ પહેલા વેચેલા વાહનોના ફોર્મ ભરી શક્યા નથી
આર ટી ઓ કચેરી અમદાવાદ આવેલ છે તમામ વાહનોના કાગળો આર.સી. બુક ત્યાંથી ખરીદ કરનાર ઉપર પોસ્ટમાં સ્પીડ પોસ્ટ દ્વારા આવે છે પરંતુ ગામડામાં આ સ્પીડ પોસ્ટનું કોઈ મહત્વ નથી એના ઉપર યોગ્ય સરનામું નહિ લખાતા એ રિટર્ન થાય છે જે સીધી હેડ આફિસે ટપાલ પહોંચી જાય છે ત્યાંથી મહિનાઓ સુધી પરત આવતી નથી
પોસ્ટ ઓફીસ અને આર ટી ઓ કચેરી બંને સરકારની છે પરંતુ બંને વચ્ચે સંકલનનો અભાવ હોય ગ્રાહક બંને જગ્યાએ સ્પીડ પોસ્ટ તપાલનો બારકોટ નંબર લઈને જાય છે છતાં કોઈ હાથ મુકવા દેતું નથી અને પાછા આવવું પડે છે
છેલ્લા ચાર વર્ષથી છોટાઉદેપુર જિલ્લો બન્યો છતાં હજુ સુધી છોટાઉદેપુર આર ટી ઓ પાસે અહિયાની વ્યક્તિઓએ વાહનો વડોદરા ખરીદ કર્યા હોય તેનો રેકોર્ડ નહિ આવતા વાહન લેવેચ માટે અને ઓ.સી.લેવા માટે વડોદરા જવું પડે છે
એ ઉપરાંત ફોરવિલ વાહનોેના લાયસન્સ મળતાં નથી છેલ્લા બે વર્ષથી આર ટી ઓ કચેરી એકલબારા છોટાઉદેપુરથી પાંચ કિલોમીટર દૂર બની છે એ કાર્યરત થઈ નથી જેને લઈ પ્રજાને અનેક મુશ્કેલી પડે છે હજુ સુધી નવી બનેલ આર ટી ઓ ઓફિસે ઈન્ટરનેટ સુવિધા મળી નથી એ તંત્રની બલિહારી છે .