VIDEO: કલા, કરતબ અને કૌશલ્યની ભૂમિ છોટાઉદેપુર: વાંસમાંથી બનતી વિવિધ વસ્તુઓની દેશ-વિદેશમાં ભારે માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udaipur Bamboo Art: છોટા ઉદેપુરના વાંસ કલાકારો દ્વારા બનાવાતી ચીજ વસ્તુઓ ગુજરાત સહિત દેશ-વિદેશમાં પ્રખ્યાત બની છે. પરંપરાને આધુનિકતા સાથે જોડતાં આ કલાકારો વિશે વિગતે માહિતગાર થઈએ.
કલા, કરતબ અને કૌશલ્યની ભૂમિ છોટા ઉદેપુર
કલા, કરતબ અને કૌશલ્યની વાત આવે ત્યારે છોટા ઉદેપુર જિલ્લા ચોક્કસપણ ઉલ્લેખ કરવો એ પ્રાસંગિક બની જાય છે. કારણ કે અહીંના અનેક કલાકારોની કલા અને કરતબની સુવાસ દેશ-વિદેશ સુધી પહોંચી છે. આમ, છોટાઉદેપુરના કલાકારો દ્વારા વાંસ અને વણાટમાંથી ઘર વપરાશની અને સુશોભનની અનેક ચીજ-વસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં કલાકારો ટોપલો, ટોપલી, સૂપડું, સાવરણી જેવી અનેક વસ્તુઓ બનાવે છે. આ તમામ કલાકૃતિઓ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ દેશ-પરદેશ સુધી પ્રચલિત છે.
વાંસમાંથી બનતી વસ્તુઓની દેશ-વિદેશમાં માગ
કલાકારોનું કહેવુ છે કે, વાંસમાંથી બનાવવામાં આવતી આ મસોટીમાં અનાજ વર્ષો સુધી સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાય છે. કેમિકલ વગર, ઠંડક જળવાઈ રહે અને અનાજ બગડે નહીં, એટલે હવે શહેરના લોકોમાં પણ મસોટીની માગ વધી છે. ઈકો-ફ્રેન્ડલી અને ટકાઉ હોવાને કારણે તેની બોલબાલા વધી રહી છે.
આ કલા માત્ર રોજગાર નથી. પરંતુ છોટા ઉદેપુર સ્થાનિકોની સંસ્કૃતિનું ગૌરવ છે. સરકાર અને સમાજે આવા કલાકારોને પ્રોત્સાહન આપી આ કલાકૃતિને વધુ વેગવંતી બનાવવા આગળ આવવું જોઈએ.




