Get The App

છોટાઉદેપુર રેન્જના કેવડીના વનવિભાગમાં બહેડા અને મહુડાના સદીઓની ઉંમર ધરાવતા વૃક્ષો સચવાયા છે

Updated: Jul 16th, 2021

GS TEAM


Google News
Google News
છોટાઉદેપુર રેન્જના કેવડીના વનવિભાગમાં બહેડા અને મહુડાના સદીઓની ઉંમર ધરાવતા વૃક્ષો સચવાયા છે 1 - image


- બહેડાની ઊંચાઈ 45 થી 50 મીટર છે, જ્યારે તેનો ઘેરાવો 6.30 મીટર છે

વડોદરા,તા.16 જુલાઈ 2021,શુક્રવાર

છોટાઉદેપુર રેન્જ ના કેવડીના વન વિભાગમાં એક અંદાજ પ્રમાણે સદીઓની ઉંમર ધરાવતા બે વૃક્ષો સચવાયા છે.આ પૈકી એક વૃક્ષ વૈદ્યોને પ્રિય બહેડાનું અને બીજું વૃક્ષ કલ્પવૃક્ષ ગણાતા મહુડાનું છે. આ વિસ્તારના વન અધિકારી  જણાવે છે કે, ઔષધીય ઉપયોગી બહેડાની ઊંચાઈ 45 થી 50 મીટર છે.તેનો ઘેરાવો લગભગ 6.30 મીટર છે એટલે આ વૃક્ષ 4 થી 5 માણસો હાથ ફેલાવે ત્યારે બાથમાં લઇ શકાય એટલું મહાકાય છે.

તેમણે એક રસપ્રદ વાત જણાવી કે, વૃક્ષ 100 વર્ષની આવરદા પૂરી કરે તો ઘેરાવો એક મીટર જેટલો વધે. એ ન્યાયે તેમનો અંદાજ છે કે આ વૃક્ષ 600 થી વધુ વર્ષનું આયખું ધરાવે છે તોતિંગ મહુડાનો ઘેરાવો પણ લગભગ 6 મીટર થી વધુ હોવાથી આ બંને વૃક્ષો સદીઓની સમાન ઉંમર ધરાવતા હોવાનું અનુમાન છે. મહુડાનું પ્રાચીન વૃક્ષ ગુડા રેન્જમાં આવેલું છે. મહુડો આદિવાસીઓનું કલ્પવૃક્ષ અને પવિત્ર ગણાય છે. એના ફળ,ફૂલ બધું જ ઉપયોગી છે. એટલે તેની ખૂબ સાચવણી આ વિસ્તારના લોકો કરે છે. 

Tags :