Get The App

દેશમાં મોંઘવારી ઘટી, જથ્થાબંધ ફુગાવો 20 માસ અને રિટેલ CPI છ વર્ષના તળિયે, ખાદ્ય ચીજોના ભાવ ઘટ્યાં

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
દેશમાં મોંઘવારી ઘટી, જથ્થાબંધ ફુગાવો 20 માસ અને રિટેલ CPI છ વર્ષના તળિયે, ખાદ્ય ચીજોના ભાવ ઘટ્યાં 1 - image


WPI Inflation falls in June: દેશમાં મોંઘવારી છેલ્લા બે મહિનાથી સતત ઘટી રહી છે. જૂનમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી -0.13 ટકા સાથે 20 માસના તળિયે પહોંચી છે. જ્યારે રિટેલ ફુગાવો 6 વર્ષના તળિયે નોંધાયો છે. ભારતનો રિટેલ ફુગાવો જૂનમાં ઘટી 2.1 ટકા થયો છે. જે જાન્યુઆરી,2019 બાદનો સૌથી મોટો ઘટાડો છે. 

જથ્થાબંધ ફુગાવો 20 માસના તળિયે

જથ્થાબંધ ફુગાવો જૂનમાં -0.13 ટકા નોંધાયો છે. જે અગાઉ ઓક્ટોબર, 2023માં તે -0.56 ટકા હતી. મે, 2025માં 0.39 ટકા અને એપ્રિલ, 2025માં 0.85 ટકા હતી. રોજિંદા જીવન જરૂરિયાત અને ખાણી-પીણીની ચીજોના ભાવ ઘટતાં મોંઘવારીમાં ઘટાડો થયો છે.

રિટેલ ફુગાવો છ વર્ષના તળિયે

રિટેલ ફુગાવો જૂનમાં 0.72 ટકા ઘટ્યો છે. જે મેમાં 2.82 ટકા હતો. રિટેલ ફુગાવામાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો છે. રિટેલ ફૂડ ઈન્ફ્લેશન જૂનમાં -1.06 ટકા નોંધાયું છે. શાકભાજીના ભાવ 19 ટકા ઘટ્યા છે. જ્યારે ગરમ મસાલા 3.03 ટકા સુધી સસ્તા થયા છે.

ખાણી-પીણીની ચીજોના ભાવ ઘટ્યાં

જૂનમાં રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો મોંઘવારી દર 2.02 ટકાથી ઘટી -3.38 ટકા થયો છે. જ્યારે ખાદ્ય પદાર્થોમાં જથ્થાબંધ ફુગાવો 1.72 ટકાથી ઘટી -0.26 ટકા થયો છે. ઈંધણ અને વીજનો જથ્થાબંધ ફુગાવો -2.27 ટકાથી ઘટી -2.65 અને મેન્યુફેક્ચરિંગનો WPI 2.04 ટકાથી ઘટી 1.97 ટકા નોંધાયો છે. 

જથ્થાબંધ ફુગાવાની ગણતરી

મોંઘવારીનું આંકલન કરવા જુદી-જુદી ચીજવસ્તુઓની કેટેગરી તૈયાર કરવામાં આવી છે. જેમાં જથ્થાબંધ ફુગાવામાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો હિસ્સો 63.75 ટકા, પ્રાઈમરી આર્ટિકલ્સ જેમાં ખાદ્ય ચીજોનો હિસ્સો 22.62 ટકા અને ઈંધણ-વીજનો હિસ્સો 13.15 ટકા હોય છે. જથ્થાબંધ ફુગાવો આ ચીજોના જથ્થાબંધ ભાવના આધારે ગણવામાં આવે છે. રિટેલ ફુગાવામાં ખાદ્ય ચીજોનો હિસ્સો 45.86 ટકા, હાઉસિંગનો 10.07 ટકા અને ઈંધણ સહિતની અન્ય ચીજોનો હિસ્સો 45 ટકા આસપાસ હોય છે.

આ પણ વાંચોઃ બિટકોઈન 1.23 લાખ ડોલર સાથે ફરી ઑલ ટાઈમ હાઈ, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં તેજી

ચાલુ કેલેન્ડર વર્ષમાં જથ્થાબંધ ફુગાવાના આંકડાં

માસફુગાવો
જાન્યુઆરી2.31 ટકા
ફેબ્રુઆરી2.38 ટકા
માર્ચ2.05 ટકા
એપ્રિલ0.85 ટકા
મે0.39 ટકા
જૂન-0.13 ટકા

દેશમાં મોંઘવારી ઘટી, જથ્થાબંધ ફુગાવો 20 માસ અને રિટેલ CPI છ વર્ષના તળિયે, ખાદ્ય ચીજોના ભાવ ઘટ્યાં 2 - image

Tags :