Get The App

જીએસટી દર ઘટતાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો જોવાશે અને લક્ષ્યો ઝડપથી પૂર્ણ થશે

- જીએસટી ઘટાડવાનો હેતુ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
જીએસટી દર ઘટતાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો જોવાશે અને લક્ષ્યો ઝડપથી પૂર્ણ થશે 1 - image


નવી દિલ્હી : ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે  ઉર્જા ઉત્પાદનો અને ઉપકરણો પર જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો હોવાથી ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ સ્થાપવાનો ખર્ચ ઘટવાની અપેક્ષા છે.

જીએસટી કાઉન્સિલે  ફ્યુઅલ સેલ મોટર વાહનો, સોલ કુકર અને સોલાર વોટર હીટર અને ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર આધારિત હાઇડ્રોજન વાહનો સહિત સિસ્ટમ્સ પરનો ટેક્સ ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાની ભલામણ પણ કરી હતી.  આવા ઉત્પાદનો પર જીએસટી ઘટાડવાનો હેતુ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. 

 દર તર્કસંગતીકરણ પ્રક્રિયાના ભાગ રૂપે, કેન્દ્ર અને રાજ્યો ફોટોવોલ્ટેઇક સેલ (પછી ભલે તે મોડયુલમાં એસેમ્બલ કરવામાં આવે કે પેનલમાં બનાવવામાં આવે), સૌર ઉર્જા આધારિત ઉપકરણો, સૌર ઉર્જા જનરેટર, પવન ચક્કીઓ અને પવન ઉર્જા સંચાલિત વીજળી જનરેટર (WOEG) પર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવા સંમત થયા છે. 

આ ઉપરાંત, બાયો-ગેસ પ્લાન્ટ, કચરાથી ઉર્જા પ્લાન્ટ/ઉપકરણો, સૌર ફાનસ/સૌર લેમ્પ, દરિયાઈ તરંગ/ભરતી તરંગ ઉર્જા સાધનો/પ્લાન્ટ પર કર ઘટાડી દેવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે આ વસ્તુઓ પહેલાથી જ ઉલટા ડયુટી માળખાનો સામનો કરી રહી છે એટલે કે કાચા માલ પર વધુ ડયુટી અને ફિનિશ્ડ પ્રોડક્ટ પર ઓછી ડયુટી.

જીએસટી દર ૫ ટકા સુધી ઘટાડવાથી ઉલટા ડયુટી માળખાને વધુ ગાઢ બનાવવામાં આવશે, પરંતુ ઉલટા ડયુટી માળખામાંથી ઉવતા રિફંડ માટે એક પદ્ધતિ ઉપલબ્ધ છે. 

આ સુધારો સમાવિષ્ટ વિકાસ, ગ્રામીણ સશક્તિકરણ અને ટકાઉ ઉર્જા ઉકેલો માટે માર્ગ મોકળો કરે છે જે ભારતના આથક અને સામાજિક માળખાને મજબૂત બનાવશે. નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનો અને ઉપકરણો પર જીએસટીમાં ઘટાડો થવાથી પ્રોજેક્ટ ખર્ચમાં ઘટાડો થશે અને ભારતના ગ્રીન એનજીર્મ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે જરૂરી ક્ષમતા વધારાને વેગ મળશે.

Tags :