90 એકરમાં ફેલાયેલી આ છે એશિયાની સૌથી મોટી શાકમાર્કેટ, દરરોજનો કરોડો રૂપિયાનો વેપાર
લોકો સામાન્ય રીતે નજીકના શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે જાય છે
પણ શું એવો વિચાર ક્યારેય આવ્યો કે એશિયાનું સૌથી મોટું શાક માર્કેટ ક્યાં છે, જ્યાં ભારતનો દરેક ખેડૂત જવાની ઈચ્છા રાખે છે?
દરેક વ્યક્તિને અલગ-અલગ શાકભાજીથી સજાવેલી થાળી જમવાનો શોખ હોય છે. તેની પાછળ બે મોટા કારણો છે. એક તો એ સારું લાગે છે અને બીજું, તેમાં પૂરતા પ્રમાણમાં આયર્ન અને આવશ્યક વિટામિન્સ હોય છે, જે આપણા શરીર માટે જરૂરી છે. એશિયાના સૌથી મોટા શાક માર્કેટ વિશે જો પ્રશ્ન ઊભો થાય કે તે ક્યાં છે? તો તમને જાણીને ખૂબ જ આનંદ થશે કે આ સિદ્ધિ ભારત પાસે છે. એશિયાનું સૌથી મોટું શાકભાજી બજાર ભારતની રાજધાની દિલ્હીમાં આઝાદપુરમાં આવેલું છે. તો બજાર વિશે વિગતવાર માહિતી મેળવીએ અને સમજીએ કે શા માટે ભારતના લગભગ તમામ ખેડૂતો ત્યાં વેપાર કરવા માંગે છે.
90 એકરમાં ફેલાયેલી છે આ માર્કેટ
ભારતની રાજધાનીમાં આવેલી આ શાક માર્કેટ લગભગ 90 એકરમાં ફેલાયેલી છે. આ માર્કેટના ગેટ પર "ચૌધરી હરીસિંહ હોલસેલ વેજીટેબલ માર્કેટ આઝાદપુર" નામક બોર્ડ છે. આ માર્કેટમાં દરરોજ કરોડો રૂપિયાનો વેપાર થાય છે. ભારત અને આસપાસના દેશોમાં ભાગ્યે જ એવું કોઈ શાકભાજી હશે જે આ માર્કેટમાં મળતું ન હોય. આ માર્કેટમાં તમને દરેક ઉંમરના મજૂરો જોવા મળશે. અહીં નાનાથી લઈને મોટા વેપારીઓ ધંધો કરવા આવે છે. જેમાં કેટલાક વેપારીઓ નફો મેળવે છે અને કેટલાક સોદો કર્યા પછી પણ પૈસા ગુમાવે છે. ઘરની જવાબદારીની સાથે બોરીનો બોજ પણ ઉપાડી રહેલી મહિલાઓ પણ આ શાક માર્કેટમાં જોવા મળે છે.
1977 માં સ્થાપના કરી હતી
એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC) MNI ની આઝાદપુર માર્કેટની સ્થાપના 1977માં કરવામાં આવી હતી. માર્કેટ કમિટીની વિવિધ પ્રવૃત્તિઓ અને કલ્યાણકારી યોજનાઓનું આયોજન કરવા, નિયંત્રણ કરવા અને માર્ગદર્શન આપવાના હેતુથી આ માર્કેટની સ્થાપના કરવામાં આવી હતી. માર્કેટ પરિષદે અસરકારક રીતે કામ કરવા અને ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ આપવા માટે વિવિધ કાયદા ઘડ્યા હતા. આજે ત્યાં તમામ પ્રકારના શાકભાજી ઉપલબ્ધ છે.