ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર
Impact on India after Middle East Tension: મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયલે ઈરાનના તહેરાન પર મિસાઇલ હુમલો કર્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેની અસર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પર પણ જોવા મળી રહી છે. માત્ર બે દિવસમાં, બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $10 વધીને $75 થયો છે. ભારત જેવા દેશો, જે તેમની 85% ઇંધણ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે, તેમને આની સીધી થશે. મધ્ય પૂર્વમાં ભારે તણાવના કારણે જ્યારે ક્રૂડ ઓઇલમાં લગભગ 12%નો ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે RBIએ આ ઉછાળાને નિયંત્રિત કરવા માટે ડૉલર વેચ્યા હતા.
ઉપરાંત, શરુઆતના ટ્રેડિંગ દરમિયાન, ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે 86.20 પર ગબડી ગયો હતો. જોકે, બાદમાં RBIના હસ્તક્ષેપથી ફાયદો થયો અને રૂપિયો 86.04 પર પહોંચી ગયો.
રૂપિયા પર ભારે દબાણ
ભારતીય રૂપિયા પર આ જબરદસ્ત દબાણ એવા સમયે આવ્યું છે જ્યારે અહેવાલો અનુસાર, ઇઝરાયલને પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવા માટે ઈરાનની પરમાણુ વિકાસ સંસ્થાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્રૂડ ઓઇલ લગભગ 12% ઉછળીને 78 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ઈરાને પણ આ હુમલાનો જવાબ આપતાં હવે મધ્ય પૂર્વમાં લાંબા ગાળાના યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના કારણે વૈશ્વિક ધોરણે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં અવરોધો આવી શકે છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટનો પણ સમાવેશ થાય છે.
ઈરાન અને ઇઝરાયલના વિવાદની ભારત પર શું અસર થશે?
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવની સીધી અસર ક્રૂડ ઓઇલ પર પડશે અને તે નિશ્ચિત છે કે તેની અસર ભારત જેવા દેશો પર પડશે જે તેના મોટા આયાતકાર છે. ભારત તેની ઇંધણની જરૂરિયાતનો લગભગ 85% આયાત કરે છે.
એવામાં જો ક્રૂડના ભાવ વધે છે, તો ભારતની વેપાર ખાધમાં વધારો થશે જ, પરંતુ રૂપિયા પર પણ ભારે દબાણ આવશે અને ફુગાવો વધી શકે છે. જોકે, RBI દ્વારા આ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.