Get The App

માત્ર સિબિલ જ નહીં... એક્સપેરિયન, CRIF અને ઈક્વિફૈક્સ પણ આપે છે ક્રેડિટ સ્કોર, જાણો કેમ બધા હોય છે અલગ!

ભારતમાં હાલમાં 4 ક્રેડિટ સ્કોર

જો તમારો ક્રેડિટ સ્કોર 650 થી 750 વચ્ચે હોય તો સારો માનવામાં આવે છે.

Updated: Aug 27th, 2023

GS TEAM


Google News
Google News
માત્ર સિબિલ જ નહીં... એક્સપેરિયન, CRIF અને ઈક્વિફૈક્સ પણ આપે છે ક્રેડિટ સ્કોર, જાણો કેમ બધા હોય છે અલગ! 1 - image
Image Freepic

તા. 27 ઓગસ્ટ 2023, રવિવાર

તમે જ્યારે કોઈ લોન લેવા જાવો છો અથવા ક્રેડિટ કાર્ડ લેવા અરજી કરો છો ત્યારે તમારે તમારો ક્રેડિટ સ્કોરની જરુર પડતી હોય છે. આવો જાણીએ કેટલા પ્રકારના સ્કોર હોય છે.

ક્રેડિટ સ્કોર વિશે તમે બધા જ જાણતા હશો.જ્યારે પણ તમારે લોનથી ઘર, મકાન,જમીન કે કાર કોઈ પણ વસ્તુ ખરીદવાની હોય કે પછી ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની હોય ત્યારે ક્રેડિટ સ્કોરની જરુર પડતી હોય છે. આજે તેના વિશે વિગતે જાણીએ. 

શું હોય છે ક્રેડિટ સ્કોર

ક્રેડિટ સ્કોર સામાન્ય ભાષામાં કહીએ તો આર્થિક વ્યવહારો સાથે એટલે કે લોન બાબતે જોડાયેલ છે. અને સરળ રીતે સમજવુ હોય તો એમ કહેવાય કે તમે કેટલી લોન લો છો, તેમજ તમે કઈ રીતે લોન ચુકવો છો. આ ઉપરાંત તમે લોન ચુકવવામાં મોડુ તો નથી કરતાને... , તમારા ઉપર લેણદારો વધી ગયા છે. તમારે લોન લેવાની આદત પડી ગઈ છે. આવી રીતે ઘણી બધી બાબતો પર તમારો ક્રેડિટ સ્કોર નક્કી થતો હોય છે. બેંક તમને કોઈ પણ લોન આપતા પહેલા આ દરેક બાબતોની ચકાસણી કરે છે, કે તમને આપેલા પૈસા ડુબી તો નહી જાય ને.. આમ આ દરેક બાબતોની ચકાસણી કર્યા પછી જ તમને લોન આપતી હોય છે.

ભારતમાં હાલમાં 4 ક્રેડિટ સ્કોર 

ભારતમાં સામાન્ય રીતે ક્રેડિટ સ્કોરને લોકો સિબિલ સ્કોરના નામથી જાણે છે. ભારતમાં ચાર પ્રકારના ક્રેડિટ બ્યુરો છે, જે ક્રેડિટ સ્કોર બતાવવાનું કામ કરે છે. જેમા ટ્રાંસયુનિયન સિબિલ, એક્સપેરિયન, ઈક્વિફેક્સ અને CRIF હાઈ માર્ક આ ચાર પ્રકારના બ્યુરો વિવિધ રીતે ચકાસણી કરે છે અને ત્યાર બાદ તમારો સ્કોર નક્કી થાય છે. આ સ્કોર વધતો -ઘટતો રહે છે. 

ક્રેડિટ સ્કોરની વિવિધ શ્રેણીઓ

જો તમારો ક્રેડિટ સ્કોર 650 થી 750 વચ્ચે હોય તો સારો માનવામાં આવે છે. આ પ્રકારે ક્રેડિટ સ્કોર પર તમને સરળતાથી લોન મળી શકે છે. 750 થી ઉપરના સ્કોરને વધુ શાનદાર માનવામાં આવે છે. 550 થી 650 ની વચ્ચેના ક્રેડિટ સ્કોરને એવરેજ  માનવામાં આવે છે. જ્યારે 550 થી નીચેના સ્કોરને ખરાબ માનવામાં આવે છે. ક્રેડિટ સ્કોર ખરાબ હોવાથી ઘણા નુકસાન થાય છે. જેમા તમને બેંક ક્રેડિટ કાર્ડ પણ નથી આપતી તેમજ કોઈ બેંક લોન પણ આપતી નથી. 

આ કારણે અલગ અલગ હોય છે ક્રેડિટ સ્કોર

ક્યારેક એક જ સમયે અલગ અલગ સ્કોર જોવા મળતો હોય છે. એટલે કે તમારો સિબિલ સ્કોર ક્યારેક 700 થી ઉપર હોય છે તો ક્યારેક 500થી નીચે આવી જાય છે. જેના કેટલાય કારણો જવાબદાર છે. બેંક તેમજ નાણાકીય સંસ્થાઓ અલગ અલગ બ્યુરોનો અલગ અલગ સમયે  ક્રેડિટ રિપોર્ટ કરતા હોય છે. આ કારણે એક જ ફેક્ટરમાં અલગ અલગ સ્કોર આવતા હોય છે. કેટલાક બ્યુરો દર મહિને સ્કોરને અપડેટ કરતા હોય છે. કેટલાક ત્રણ મહિનાનો સમય લગાડતા હોય છે. આ જ કારણથી સ્કોર એક સમાન રહેતો નથી.  


Tags :