Get The App

નવા વર્ષમાં મોંઘવારી વધી, આવતા મહિનાથી ટીવી જોવા માટે ચૂકવવા પડશે વધુ પૈસા

હવે ટીવી જોવા માટે ખર્ચવા પડશે વધુ નાણા

બ્રોડકાસ્ટર દ્વારા ચેનલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય

Updated: Jan 6th, 2024

GS TEAM


Google News
Google News
નવા વર્ષમાં મોંઘવારી વધી, આવતા મહિનાથી ટીવી જોવા માટે ચૂકવવા પડશે વધુ પૈસા 1 - image


TV Channel Price Hike: નવા વર્ષે મનોરંજન માટેના ખર્ચમાં પણ વધારો થશે. આ માટે તમારે નવા વર્ષે ટીવી જોવા માટે વધુ નાણા ખર્ચ કરવા પડશે. વિવિધ બ્રોડકાસ્ટર દ્વારા ચેનલના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

બ્રોડકાસ્ટર્સે રેટમાં કેટલો વધારો કર્યો?

અમુક બ્રોડકાસ્ટર્સે 20 થી 25 ટકાનો વધારો  તો અમુક બ્રોડકાસ્ટર દ્વારા 9 થી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 

ભાવ વધારો ક્યારથી અમલમાં આવશે?

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈના નિયમો અનુસાર, બ્રોડકાસ્ટર્સ તેમની જાહેરાતના 30 દિવસ પછી જ નવા રેટ લાગુ કરી શકે છે. આથી 1 ફેબ્રુઆરી, 2024થી વિવિધ બ્રોડકાસ્ટર દ્વારા ચેનલના ભાવ વધારો અમલમાં આવશે. આવી સ્થિતિમાં, ટ્રાઇ ગ્રાહકોના હિતમાં રેટને યોગ્ય રીતે મોનિટર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ટેરીફ વધારવા પાછળનું કારણ શું?

વિવિધ બ્રોડકાસ્ટર્સ દ્વારા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ડિજિટલ રાઈટ્સ, BCCI મીડિયા રાઈટ્સ, ક્રિકેટ સાઉથ આફ્રિકા મીડિયા રાઈટ્સ અને ઓલિમ્પિક્સ 2024 જેવા ઘણા મોટા પ્રોગ્રામના રાઈટ્સ ખરીદવામાં આવતા હોય છે. જેના માટે જંગી રોકાણ કરવામાં આવતું હોય છે. આથી તેને પહોંચી વળવા માટે કંપની ચેનલોના રેટ વધારીને આ રકમની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે.

નવા વર્ષમાં મોંઘવારી વધી, આવતા મહિનાથી ટીવી જોવા માટે ચૂકવવા પડશે વધુ પૈસા 2 - image

Tags :