વોડાફોન ભારતમાં તેનો બિઝનેસ બંધ કરી શકે છે નિક રીડ
નવી દિલ્હી,14 ડિસેમ્બર 2019 શનિવાર
દેશની બીજા ક્રમની સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા ભારતમાં તેમનું ઓપરેશન બંધ કરી શકે છે.વોડાફોન ગ્રુપનાં સીઇઓ નિક રીડે કહ્યુ કે ભારત સરકારે ઓપરેટરો પર લાગનારી સ્પેક્ટ્રમ ફીમાં ઘટાડી નથી,તેથી કંપની ભારતમાં તેનો બિઝનેશ બંધ કરી શકે છે.તેમણે કહ્યું કે ભારતમાં કંપનીનું ભવિષ્ય અધ્ધરતાલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ગયા મહિને સુપ્રિમ કોર્ટે વોડાફોન-આઇડિયા અને એરટેલને મોટો ઝટકો આપ્યો હતો.કોર્ટે બંને કંપનીઓને 92 હજાર કરોડ કેન્દ્ર સરકારને ચુકવવાનો હુકમ કર્યો હતો.
કોર્ટે આ ચુકાદો આપતા ટેલિકોમ કંપનીઓની તમામ દલીલો ફગાવી દીધી હતી.કોર્ટે કહ્યું કે ટેલિકોમ કંપનીઓએ પુરી રકમ વ્યાજ સાથે ટેલિકોમ વિભાગને ચુકવવાની રહેશે.ટેલિકોમ કંપનીઓ અને ટેલિકોમ વિભાગ વચ્ચે આ મુદ્દો ઘણા લાંબા સમયથી વિવાદનું કારણ રહ્યો છે.
કંપનીનાં સીઇઓ નિક રીડે કહ્યું કે અમારા માટે લાંબા સમયથી સ્થિતિ પડકાર રૂપ રહી છે.તેમ છતા પણ વોડાફોન-આઇડિયાની પાસે 30 કરોડ ગ્રાહક છે. જે માર્કેટનાં 30 ટકા જેટલા થાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે વોડાફોને આદિત્ય બિરલા ગ્રુપની આઇડિયા ટેલિકોમ સાથે વર્ષ 2018માં મર્જર કર્યું હતું.નિક રીડે કહ્યું કે ઘણા બધા રેગ્યુલેશન અને ખુબ જ ટેક્સ ભારણનાં કારણે આર્થિક રીતે અમે ખુબ જ મોટો બોજ ઉઠાવી રહ્યા છિએ,તે ઉપરાંત સુપ્રિમ કોર્ટમાં પણ અમારા અનુકુળ ચુકાદો ન આવ્યો.
નિક રીડે વોડાફોન-આઇડિયાનાં માર્કેટમાંથી બહાર નિકળવાનાં સમાચારને અફવા ગણાવ્યા હતાં.તેમણે કહ્યું કે અમને ખબર છે કે કેટલાંક મિડિયા હાઉસ આ પ્રકારની અફવાઓ ફેલાવે છે.
આ રિપોર્ટ મુજબ અમે માર્કેટમાથી બહાર નિકળવાનો ફેંસલો કર્યો છે,જો કે અમે સ્પષ્ટ કરવા માંગીએ છિએ કે આ પ્રકારનાં ખબર માત્ર અફવા જ છે. વોડાફોન કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરી છે.