Get The App

શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 83712

- નિફટી સ્પોટ ૬૧ પોઈન્ટ વધીને ૨૫૫૨૨ : હેલ્થકેર શેરોમાં ફંડો હળવા થયા

- સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી : DIIની કેશમાં રૂ.૧૩૬૭ કરોડની ખરીદી

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 83712 1 - image


મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ૧૪ દેશો સાથે અમેરિકાના વેપારમાં  એકંદર જાપાન, દક્ષિણ કોરિયા સહિતના દેશો માટે આકરાં ટેરિફ દરો જાહેર કરતાં અને બાંગ્લાદેશ માટે પણ ટેક્સટાઈલ પર ૩૫ ટકા ટેરિફ જાહેર કર્યાના સમાચાર સામે ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ-ટેરિફ જાહેર થતાં પૂર્વે એડવાન્ટેજ ઈન્ડિયા બની રહેવાની અપેક્ષાએ ફંડો, મહારથીઓએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ ઘટાડે કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. ભારત સાથે રાત્રે અમેરિકાના ટેરિફ જાહેર થવાની અટકળો વચ્ચે ફંડોએ આગોતરી જાણ મળી ગઈ હોય એમ એડવાન્ટેજ ઈન્ડિયા બની રહેવાની અપેક્ષાએ ઘણા શેરોમાં ખરીદી કરી હતી. જવેલરી-કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, ઓટો શેરોમાં વેચવાલી સામે બેંકિંગ, આઈટી શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૮૩૩૨૦થી ૮૩૮૧૩ વચ્ચે અથડાઈ અંતે ૨૭૦.૦૧ પોઈન્ટ વધીને ૮૩૭૧૨.૫૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૫૪૨૪થી ૨૫૫૪૯ વચ્ચે અથડાઈ અંતે ૬૧.૨૦ પોઈન્ટ વધીને ૨૫૫૨૨.૫૦ બંધ રહ્યો હતો.

ટાઈટનના ત્રિમાસિક બિઝનેસ આંકડાએ શેર રૂ.૨૨૬ તૂટયો : કન્ઝયુમર ઈન્ડેક્સ ૧૦૨૫ પોઈન્ટ ગબડયો

કન્ઝયુમર ડયુરેબલ્સ, જવેલરી કંપનીઓના શેરોમાં આજે ટાઈટન પાછળ મોટા ગાબડાં પડયા હતા. ટાઈટન કંપનીના જૂન અંતના ત્રિમાસિકમાં કન્ઝયુમર બિઝનેસમાં ૨૦ ટકાની વૃદ્વિ અને સ્થાનિક જવેલરી સેગ્મેન્ટમાં અપેક્ષાથી ઓછી ૧૮ ટકાની વૃદ્વિ નોંધાવતા અને સોનાના ઊંચા ભાવોના કારણે વેચા ણ વૃદ્વિ મંદ પડયાના અહેવાલ વચ્ચે આજે શેરમાં ફંડોએ મોટું પ્રોફિટ બુકિંગ કરતાં શેર રૂ.૨૨૬.૨૫ તૂટીને રૂ.૩૪૪૦.૬૦ બંધ રહ્યો હતો. અન્ય શેરોમાં પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૯.૧૦ ઘટીને રૂ.૭૪૦, ક્રોમ્પ્ટન રૂ.૮.૩૦ ઘટીને રૂ.૩૪૩.૦૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૧.૨૫ ઘટીને રૂ.૧૩૩૯.૯૦, કલ્યાણ જવેલર્સ રૂ.૯.૮૦ ઘટીને રૂ.૫૭૪.૧૫, બ્લુ સ્ટાર રૂ.૧૪.૯૦ ઘટીને રૂ.૧૮૧૨.૪૫  રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૨૫.૬૪ પોઈન્ટ તૂટીને ૬૦૦૨૧.૬૭ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં સાવચેતીમાં ફંડો હળવા થયા : સિગાચી, સનોફી કન્ઝયુમર, ઓરોબિન્દો ફાર્મા ગબડયા

અમેરિકાના ભારત પરના ટેરિફ જાહેર થતાં પૂર્વે ફંડોએ સાવચેતીમાં હેલ્થકેર શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. સિગાચી રૂ.૧.૯૫ તૂટીને રૂ.૪૨.૪૯, સનોફી કન્ઝયુમર રૂ.૨૩૦.૨૫ તૂટીને રૂ.૫૧૨૫.૧૦, કોહાન્સ રૂ.૩૮.૨૫ તૂટીને રૂ.૯૮૦.૫૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૪૧.૨૦ તૂટીને રૂ.૧૧૪૩.૩૦, આરતી ડ્રગ્ઝ રૂ.૧૫.૬૫ ઘટીને રૂ.૪૭૫.૩૫, આરપીજી લાઈફ રૂ.૮૪.૪૫ ઘટીને રૂ.૨૫૬૭, જયુબિલન્ટ ફાર્મા રૂ.૩૩.૧૫ ઘટીને રૂ.૧૧૬૬.૭૦, શિલ્પા મેડી રૂ.૨૬.૨૫ ઘટીને રૂ.૮૬૦, લુપીન રૂ.૫૪.૧૦ ઘટીને રૂ.૧૯૨૩.૩૦, વોખાર્ટ રૂ.૩૭.૬૦ ઘટીને રૂ.૧૬૬૪.૯૫  રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૨.૩૯ પોઈન્ટ ઘટીને ૪૪૫૧૫.૦૪ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડોની તેજી : કોટક મહિન્દ્રા બેંક રૂ.૭૭ ઉછળી રૂ.૨૨૨૪ : સ્ટેટ બેંક, એચડીએફસી બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ફરી કોટક મહિન્દ્રા બેંકની આગેવાનીએ તેજી કરી હતી. કોટક મહિન્દ્રા બેંક રૂ.૭૭.૫૦ વધીને રૂ.૨૨૨૪.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૮૫ વધીને રૂ.૮૧૨.૮૦, એચડીએફસી બેંક રૂ.૧૪.૨૫ વધીને રૂ.૨૦૦૧.૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૬.૦૫ વધીને રૂ.૧૪૪૧.૬૦ રહ્યા હતા. આ સાથે મેડીઆસિસ્ટ રૂ.૨૯.૫૫ વધીને રૂ.૫૫૨.૧૦, આવાસ ફાઈનાન્શિયર રૂ.૮૭.૨૫ વધીને રૂ.૧૯૭૦.૦૫, આઈઆઈએફએલ રૂ.૧૫.૧૫ વધીને રૂ.૫૦૨.૭૦, યુટીઆઈ એએમસી રૂ.૩૫.૭૦ વધીને રૂ.૧૩૪૪.૭૫, એચડીએફસી એએમસી રૂ.૧૧૧.૧૫ વધીને રૂ.૫૧૦૮.૪૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૬૦.૮૩ પોઈન્ટ વધીને ૬૪૦૩૬.૮૨ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં તેજીને બ્રેક : હ્યુન્ડાઈ રૂ.૪૫ ઘટયો : ભારત ફોર્જ, ટીવીએસ મોટર, બોશ ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં પણ તેજીને બ્રેક લાગી હતી. ચોમાસાની સારી પ્રગતિ છતાં ટ્રમ્પ ટેરિફને લઈને ચિંતાએ ફંડોએ આજે ઓટો શેરોમાં તેજીનો વેપાર વધુ  હળવો કર્યો હતો. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૯૬.૮૭ પોઈન્ટ ઘટીને ૫૩૩૪૨.૨૬ બંધ રહ્યો હતો. હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૪૫ ઘટીને રૂ.૨૦૫૫.૩૦, ભારત ફોર્જ રૂ.૨૫.૭૫ ઘટીને રૂ.૧૨૮૦.૮૦, ટીવીએસ મોટર રૂ.૪૬.૫૦ ઘટીને રૂ.૨૮૩૨.૧૦, બોશ રૂ.૫૭૪.૧૫ ઘટીને રૂ.૩૫,૫૦૬.૦૫, બજાજ ઓટો રૂ.૧૧૬.૭૦ ઘટીને રૂ.૮૩૪૪.૫૦, મારૂતી સુઝુકી રૂ.૧૦૧.૧૦ ઘટીને રૂ.૧૨,૪૧૯.૮૫ રહ્યા હતા.

આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ વધ્યું : ઓનવર્ડ ટેકનો., રામકો સિસ્ટમ્સ, એક્સપ્લિઓ, જેનેસિસ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ અમેરિકા પાછળ આજે વેચવાલી થઈ હતી. ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૬.૩૦ ઘટીને રૂ.૩૧૦.૫૦, રામકો સિસ્ટમ રૂ.૧૬.૫૦ ઘટીને રૂ.૩૮૩.૫૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૪૦ ઘટીને રૂ.૧૨૭૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ. ૧૩.૪૦ ઘટીને રૂ.૬૨૨.૬૦, બ્લેક બોક્સ રૂ.૭.૩૦ ઘટીને રૂ.૫૩૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૦.૯૦ ઘટીને રૂ.૮૪૪.૭૦, કંટ્રોલ પ્રિન્ટ રૂ.૭.૯૫ ઘટીને રૂ.૮૧૬.૦૫, નેલ્કો રૂ.૭.૬૦ ઘટીને રૂ.૯૬૩.૭૫, પર્સિસ્ટન્ટ રૂ.૪૫.૩૦ ઘટીને રૂ.૫૭૮૯.૪૦ રહ્યા હતા.

બાંગ્લાદેશની પર અમેરિકાની ૩૫ ટકા ટેરિફથી ભારતને ફાયદો : અલોક ટેક્સટાઈલ, રેમન્ડ વધ્યા

અમેરિકાએ બાંગ્લાદેશથી આયાત થતાં ટેક્સટાઈલ પર ૩૫ ટકા ટેરિફ લાદતાં ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગને ફાયદો થવાની અપેક્ષાએ ટેક્સટાઈલ, ગાર્મેન્ટસ શેરોમાં આજે તેજી રહી હતી. અલોક ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨.૦૯ વધીને રૂ.૨૨.૧૬, રેમન્ડ લાઈફસ્ટાઈલ રૂ.૬૪.૪૦ વધીને રૂ.૧૩૧૬.૫૦, વર્ધમાન ટેક્સટાઈલ રૂ.૨.૮૦ વધીને રૂ.૫૦૧, અરવિંદ લિમિટેડ રૂ.૧.૧૦ વધીને રૂ.૩૪૭.૩૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૧.૪૪ વધીને રૂ.૭૯.૫૧, સતલજ ટેક્સટાઈલ્સ રૂ.૨.૦૭ વધીને રૂ.૪૫.૧૩ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરો હળવા થતાં માર્કેટબ્રેઝથ સતત નેગેટીવ : ૨૧૭૬ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે  ઘટાડે શોર્ટ કવરિંગ સાથે ફંડો, ઓપરેટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ પસંદગીની ખરીદી કર્યા છતાં ઘણા શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૬૮  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૫૪  અને ઘટનારની સંખ્યા ૨૧૭૬ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૨૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૩૬૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે  મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૨૬.૧૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૧૬૭.૧૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૧૯૩.૩૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૩૬૬.૮૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૨૭૫.૯૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૯૦૯.૦૯ કરોડની વેચવાલી કરી હતી.

Tags :