ફેડરલ રિઝર્વે વ્યાજના દર 2008 પછી સૌથી ઊંચા કર્યા


- મોંઘવારી નાથવા ફેડે વ્યાજનો દર 0.75 ટકા વધાર્યા, હજુ વધશે એવો સંકેત પણ આપ્યો

- ફેડરલ રિઝર્વના વ્યાજ દરના વધારા સાથે શેરમાં ઘટાડો, ડોલરમાં ઉછાળો

અમદાવાદ  : ફેડરલ રિઝર્વે આજે અમેરિકામાં ફેડ ફંડના દરમાં ૦.૭૫ ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે વ્યાજનો દર હવે વધી ૩ થી ૩.૨૫ ટકા વધી ગયા છે. આ સાથે અમેરિકામાં આર્થિક વૃદ્ધિ દર ઘટાડી માત્ર ૦.૨૫ ટકા કરવામાં આવ્યો છે. આટલા ઉંચા વ્યાજના દર છેલ્લે ૨૦૦૮માં જોવા મળ્યા હતા.

આ નિર્ણયની જાહેરાતથી શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઊ જોન્સ ઇન્ડેક્સ ૧૫૦ પોઇન્ટ વધેલો હતો તે જાહેરત બાદ ૧૩૦ પોઇન્ટ ઘટી ગયો હતો.


આજના વ્યાજ દરના વધારા સાથે ફેડે એવી પણ આગાહી કરી છે કે ૨૦૨૩માં વ્યાજનો દર ૪ થી ૪.૪ ટકા રહી શકે છે. ગત બેઠક કરતા આ ૦.૫૦ ટકાની વૃદ્ધિ સૂચવે છે 

ચાલુ કેલેન્ડર વર્ષ એટલે કે ૨૦૨૨માં મોંઘવારી ઉપર કાબૂ મેળવવા માટે ફેડે આજના વ્યાજ વધારા સાથે કુલ પાંચ વખત વ્યાજનો દર વધાર્યો છે. જૂન મહિનામાં ૦.૭૫ ટકાની વૃદ્ધિ છેલ્લા ૧૮ વર્ષમાં સૌથી વધુ હતી.

ઓગસ્ટ મહિનામાં અમેરિકામાં ફુગાવાનો દર આંશિક રીતે ઘટી ૮.૩ ટકા રહ્યો છે. ઘટાડા પછી પણ તે ૪૦ વર્ષની સૌથી ઉંચી સપાટીએ છે.

આજની બેઠક પહેલા ફેડરલ રિઝર્વના વ્યાજના દર ૨.૨૫ ટકાથી ૨.૫ ટકા હતા. બેન્કો પાસે જ્યારે રોકડની અછત હોય અને તેના માટે બીજી ફેડરલ બેંક પાસેથી નાણા મેળવે ત્યારે જે વ્યાજ દરે વ્યાજ ચૂકવવું પડે તેને ફેડરલ ફંડના વ્યાજના દર કહેવાય.

City News

Sports

RECENT NEWS