Get The App

દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં ઉથલ-પાથલ, કોનો રુતબો ઘટ્યો અને કોણે ગુમાવી સંપત્તિ?

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં ઉથલ-પાથલ, કોનો રુતબો ઘટ્યો અને કોણે ગુમાવી સંપત્તિ? 1 - image


Elon Musk News : સતત બીજા દિવસે વિશ્વના ટોચના 10 અબજોપતિઓની યાદીમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકન શેરબજારોમાં ટેક શેરોમાં આવેલી તેજીના કારણે અબજોપતિઓની સંપત્તિમાં મોટો વધારો-ઘટાડો નોંધાયો છે. ક્યારેક ઈલોન મસ્કના નંબર વન સ્થાન માટે ખતરો બનેલા ઓરેકલના લેરી એલિસન હવે યાદીમાં ઘણા પાછળ રહી ગયા છે. ગૂગલના સહ-સ્થાપક સર્ગેઈ બ્રિને તેમને પછાડીને ચોથું સ્થાન મેળવી લીધું છે.

મંગળવારે કોણે કેટલી કમાણી કરી?

અમેરિકન બજારોમાં સતત બીજા દિવસે ટેક શેરોમાં તેજી જોવા મળી હતી, જેના કારણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલા દિગ્ગજ અબજોપતિઓની નેટવર્થમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, મંગળવારે થયેલા ફેરફારો નીચે મુજબ છે:

ઈલોન મસ્ક (નંબર 1): ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હજુ પણ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. મંગળવારે તેમની સંપત્તિમાં 1.16 અબજ ડોલરનો વધારો થયો.

લેરી પેજ (નંબર 2): ગૂગલના સહ-સ્થાપક લેરી પેજની સંપત્તિમાં 4.18 અબજ ડોલરનો વધારો થયો, જેનાથી તેમની કુલ સંપત્તિ 276 અબજ ડોલર થઈ ગઈ છે.

સર્ગેઈ બ્રિન (નંબર 3): લેરી એલિસનને પાછળ છોડનાર ગૂગલના બીજા સહ-સ્થાપક સર્ગેઈ બ્રિનની સંપત્તિ 3.92 અબજ ડોલર વધીને 258 અબજ ડોલર થઈ છે.

લેરી એલિસન: તેમને 2.92 અબજ ડોલરનું નુકસાન થયું, અને તેમની કુલ સંપત્તિ હવે 254 અબજ ડોલર છે.

જેફ બેઝોસ: એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની સંપત્તિ 3.34 અબજ ડોલર વધીને 251 અબજ ડોલર થઈ છે.

માર્ક ઝકરબર્ગ (નંબર 6): મંગળવારના સૌથી મોટા ગેનર ફેસબુકના માર્ક ઝકરબર્ગ રહ્યા, જેમની સંપત્તિમાં 8.01 અબજ ડોલરનો જંગી ઉછાળો આવ્યો. હવે તેમની કુલ નેટવર્થ 225 અબજ ડોલર છે.

બર્નાર્ડ આર્નોલ્ટ (નંબર 7): ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ 420 મિલિયન ડોલર વધીને 196 અબજ ડોલર થઈ છે.

વર્ષ 2025ના સૌથી મોટા ગેનર

આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિઓમાં પણ ગૂગલના સ્થાપકો આગળ છે.

લેરી પેજ: આ વર્ષે તેમની સંપત્તિમાં 108 અબજ ડોલરનો વધારો થયો છે.

સર્ગેઈ બ્રિન: તેમની સંપત્તિ આ વર્ષે 99.3 અબજ ડોલર વધી છે.

લેરી એલિસન: તેમની આ વર્ષની કમાણી હવે ઘટીને 61.5 અબજ ડોલર રહી ગઈ છે.

Tags :