Get The App

ટ્રમ્પનો ક્રિપ્ટો પ્રેમઃ બિટકોઈન સહિત પાંચ કરન્સીને રિઝર્વમાં આવરી લેવાની જાહેરાત

Updated: Mar 4th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પનો ક્રિપ્ટો પ્રેમઃ બિટકોઈન સહિત પાંચ કરન્સીને રિઝર્વમાં આવરી લેવાની જાહેરાત 1 - image


- ક્રિપ્ટોકરન્સીને નાણાંકીય તથા આર્થિક માળખામાં સમાવી લેવાની રાહ

- મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન ફરી 95000 ડોલરઃ એથરમ, એકસઆરપી પણ ઊંચકાયા 

મુંબઈ : ક્રિપ્ટોસના ખેલાડીઓ જેની લાંબા સમયથી રાહ જોતા હતા તેવા મતલબનું નિવેદન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવી પડતા સપ્તાહના પ્રથમ દિવસે ક્રિપ્ટો માર્કેટમાં લાંબા સમય બાદ મોટો સુધારો જોવા મળ્યો હતો. બિટકોઈન, એકસઆરપી, સોલાના, કારડાનો અને એથરમને અમેરિકાના ક્રિપ્ટો સ્ટ્રેટેજિક રિઝર્વમાં સમાવી લેવાશે તેવી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ છેલ્લા ચોવીસ કલાકમાં ક્રિપ્ટો માર્કેટસમાં ક્રિપ્ટો કરન્સીસના ભાવમાં ૧૦થી ૬૦ ટકાનો જોરદાર ઉછાળ આવ્યો હતો.

 મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનનો ભાવ દસ ટકાથી વધુ વધી ૯૫૦૦૦ ડોલરને પાર કરી ગયો હતો. 

કારડાનોમાં ૬૦ ટકા વધી  ઉપરમાં ૧.૧૬ ડોલર  જોવાયો હતો. જ્યારે એકસઆરપી ૩૫ ટકા વધી ૨.૯૯ ડોલર, સોલાના ૧૮ ટકા વધી ૧૬૯.૮૮ ડોલર જોવાયો હોવાનું ક્રિપ્ટો એકસચેન્જ બિનાન્સના ડેટા જણાવે છે. બિટકોઈન ઉપરમાં ૯૫૧૩૬ ડોલર અને નીચામાં ૮૫૧૪૩ ડોલર થઈ મોડી સાંજે ૯૧૦૦૦ ડોલરની સપાટીએ કવોટ થતો હતો. એથરમનો ભાવ ૨૫૪૯ ડોલર થઈ મોડી સાંજે ૨૩૪૪ ડોલર કવોટ થતો હતો.  

છેલ્લા કેટલાક વર્ષો બાદ અમેરિકાનું ક્રિપ્ટો રિઝર્વ આ ઉદ્યોગને ેગતિ આપશે એમ ટ્રમ્પે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. 

ડિજિટલ એસેટસ પરના મારા એેક્ઝિકયૂટિવ ઓર્ડરમાં પ્રેસિડેન્સિઅલ વર્કિંગ ગુ્રપને ક્રિપ્ટો સ્ટ્રેટેજિક  રિઝર્વ ઊભું કરવા નિર્દેશ અપાયો છે. હું ખાતરી  રાખીશ કે, અમેરિકા વિશ્વનું ક્રિપ્ટો કેપિટલ બની રહે એમ ટ્રમ્પે તેના નિવેદનમાં જણાવ્યું હતું. 

બિટકોઈન તથા એથરમ આ રિઝર્વના મુખ્ય અંશ હશે. બિટકોઈન તથા એથરમ માટે મને આકર્ષણ છે એમ તેમણે ઉમેર્યું હતું. ટ્રમ્પની જાહેરાત બાદ ક્રિપ્ટોસની વૈશ્વિક માર્કેટ કેપ વધી ૩.૦૮ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. 

ક્રિપ્ટો કરન્સીસને માન્યતા આપી અમેરિકન સરકાર ક્રિપ્ટોકરન્સીસને નાણાંકીય તથા આર્થિક માળખામાં જોડી રહી છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. જો કે અન્ય એક વિશ્લેેષકે ક્રિપ્ટો રિઝર્વ અપેક્ષા કરતા ધીમી ગતિએ ઊભુ થશે તેવો મત વ્યકત કર્યો હતો. 

રિઝર્વમાં ક્રિપ્ટોસના સમાવેશ સંબંધિત ટ્રમ્પનું નિવેદન ક્રિપ્ટો માર્કેટમાં એક પોઝિટિવ સ્થિતિ બનાવશે એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું.  

દરમિયાન શુક્રવારે મળી રહેલી પ્રથમ વ્હાઈટ હાઉસ ક્રિપ્ટો સમિતમાં પણ ક્રિપ્ટો માર્કેટસ બાબતે પ્રકાશ પડાશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે. 

Tags :