Get The App

NRI માટે ગુડ ન્યૂઝ, અમેરિકાના 4 રૂટ પર મુસાફરી બનશે સુવિધાજનક, એર ઇન્ડિયાનો મોટો નિર્ણય

એર ઈન્ડિયા લાંબા અંતરના 4 રુટ પર B777-200LR વિમાનનું સંચાલન શરૂ કરશે

Updated: Mar 27th, 2023

GS TEAM


Google News
Google News
NRI માટે ગુડ ન્યૂઝ, અમેરિકાના 4 રૂટ પર મુસાફરી બનશે સુવિધાજનક, એર ઇન્ડિયાનો મોટો નિર્ણય 1 - image

Image : Air India



એર ઈન્ડિયા ગ્રૂપની માલિકી ટાટા પાસે આવી ચૂકી છે. આ દરમિયાન તેની સેવાઓમાં હવે ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. ત્યારે લાંબા અંતરની ફ્લાઈટો એટલે કે લોંગ હોલ રુટ પર ચાલતી ફ્લાઈટોને લઈને એક સારા સમાચાર આવ્યા છે. તેનાથી એનઆરઆઈને સૌથી વધુ લાભ મળશે. તાજેતરમાં મળેલી એક માહિતી અનુસાર લાંબા અંતરના 4 રુટ પર એર ઈન્ડિયા એક્સ-ડેલ્ટા B777-200LR વિમાનનો ઉપયોગ કરીને તેની સુવિધાઓમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહી છે.  

ક્યારથી મળશે આ સુવિધાઓ 

માહિતી અનુસાર આ વિમાનના એરક્રાફ્ટની ભવ્યતા તમે તસવીરોમાં જોઈ શકો છો.  આ વિમાનની કેબિનનું સંચાલન ડેલ્ટા દ્વારા જ કરવામાં આવે છે. જોકે તેમાં કોઇ મોટા ફેરફારો કરાશે તેવી કોઈ માહિતી નથી એટલે કે તે જેવા દેખાઇ રહ્યા છે તેવા જ રહેશે. આ સુવિધાની શરૂઆત આગામી મહિને 15 એપ્રિલથી કરવામાં આવી શકે છે.  આ વિમાનની અંદરની તસવીરોમાં જોઈ શકાય છે કે તેમાં મુસાફરને પર્સનલ કેબિનની સુવિધા મળશે. જેમાં તેના આરામ અને પ્રાઈવસી માટે દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. 

આ ચાર રૂટ પર મુસાફરીનો લાભ મળી શકે છે 

15 એપ્રિલથી શરૂ થઈ રહેલી આ સુવિધાનો લાભ તમને બેંગ્લુરુથી-સાન ફ્રાન્સિસ્કો, મુંબઈથી સાન ફ્રાન્સિસ્કો, મુંબઈથી ન્યુયોર્ક જેએફકે અને મુંબઈથી ન્યૂજર્સી વચ્ચેની ફ્લાઈટોના સંચાલનમાં મળી શકે છે. 

Tags :