Get The App

આજે ટી ડે : 1815માં ભારતમાં પ્રાયોગિક ધોરણે ચાના ઉત્પાદનની થયેલી શરૂઆત

- સમગ્ર વિશ્વમાં પાણી પછી સૌથી વધુ પીવાતુ પીણું ચા છે

- ભારતમાં થતા ચાના કુલ ઉત્પાદનમાં આસામનો હિસ્સો ૫૦ ટકા જેટલો

Updated: Dec 14th, 2018

GS TEAM

Google News
Google News
આજે ટી ડે : 1815માં ભારતમાં પ્રાયોગિક ધોરણે ચાના ઉત્પાદનની થયેલી શરૂઆત 1 - image

અમદાવાદ, તા. 14 ડિસેમ્બર 2018, શુક્રવાર

આજે તા. ૧૫ ડિસેમ્બર ઇન્ટરનેશનલ ચા દિવલ છે. આંતરરાષ્ટ્રીય ચાના દિવસે ચાના બગીચાથી ળઈને તેના શ્રમિકો દ્વારા ઉજવવામાં આવે છે. વર્ષ ૧૮૧૫માં ભારતમાં આસામના વિસ્તારોમાં ચાના પ્રાયોગિક ધોરણે ઉત્પાદન શરૂ કરેલ. ભારતમાં ચાનું ઉત્પાદન, વપરાશ, વિતરણ, ક્વોલિટીની જાળવણી, નિકાસ વગેરે બાબતોનું સંકલન માટે 'ટી- બોર્ડ ઓફ ઇન્ડિયા'ને વર્ષ ૧૯૦૩માં વિધેયક પ્રેરિત કરી સ્થાપવામાં આવેલ છે.

'ઇન્ટરનેશનલ ટી ડે' વિશ્વમાં ચાના ઉત્પન્ન કરતા દેશોમાં ભારત, શ્રીલંકા, ચીન, તંજાનીયા, યુગાન્ડા, વિયેતનામ, મલેશિયા, માલવી, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, કેન્યા, ચાયના, જાપાન જેવા અનેક દેશોના ચાના ઉત્પાદનોમાં મુખ્યત્વે નાના નાના ઉત્પાદકો અને તેમના શ્રમિકો માટે એક જોઇન્ટ પ્લેટફોર્મ ઉભું કરવાનો છે.

ભારતમાં ચાના નાના ઉત્પાદકો અને ચાના બગીચામાં શ્રમિકો આ દિવસે તેમની તકલીફો દૂર કરવા તથા જીવનસ્તર બહેતર બનાવવાના પ્રયત્નો રેખાંકિત કરવાના અવસરના રૂપમાં મનાવે છે. ચાનો ઇતિહાસ ચીન સાથે જોડાયેલો છે. ચીનમાં સૌ પ્રથમ ચાનો જન્મ થયેલો કહેવાય છે કે, સદીઓ પહેલા ત્યાંના રાજા શૈનુ નુંગને કાચના કટોરામાં ગરમ પાણી પીરસવામાં આવતું. આ રાજા સમક્ષ રાખવામાં આવેલા ગરમ પાણીના કટોરામાં પવનથી ઉડતા ઉડતા થોડા પાંદડાઓ પડયા. થોડા સમયમાં ગરમ પાણીનો કલર બદલાઈ ગયો. રાજા શૈન નુંગે તે પીધું અને તેનો સ્વાદ તેને ખૂબ જ ગમ્યો. પાણીની સોડમથી શૈનનુંગને ખૂબ જ તાજગી મળી તે છોડની તપાસ કરાવાઈ અને તેનું વાવેતર વધારવાનો આદેશ થયો. આમ, ભૂલથી પણ ચા એ જે 'ચાય' અને 'ચા' સ્વરૂપે વિશ્વમાં ફેલાણી.

વિશ્વમાં પાણી પછી સૌથી વધુ પીણામાં ચા પીવાય છે જેના ૧૫૦૦થી વધુ પ્રકારો છે. કાળીયા, ગ્રીન ચા, સફેદ ચા, જેવા અનેક પ્રકારોની ચા લોકોને સ્ફૂર્તિ તાજગી આપી રહી છે.

ભારતમાં ચાનું ઉત્પાદન બ્રિટીશરોએ ૧૮૧૫માં પ્રાથમિક ધોરણે ચીનથી ચાના છોડ લાવીને પહાડી પ્રદેશોમાં કરેલ જે વર્ષ ૧૮૩૫ પછી તબક્કાવાર વપરાશમાં આવેલ શરૂમાં ચા ઠંડીમાં શરદી મટાડવા માટે ચા પીવાતી જે ધીમે ધીમે પ્રતિદિન વપરાશનું જરૂરી પીણું બની ગયું.

ભારતમાં ઉત્પાદન થતી ચામાં આસામમાં જ ૫૦ ટકાથી વધુ માત્રામાં ચા ઉત્પન્ન થાય છે. જેમાં સીટીસી ચા કુલ ઉત્પાદનમાં ૭૫ ટકા હિસ્સો ધરાવે છે. વિશ્વમાં પ્રથમ સ્થાને ચા ઉત્પન્ન કરતા દેશમાં ચીન પછી બીજા સ્થાને ભારત છે.

ભારતમાં વર્ષ ૨૦૧૭માં લગભગ ૧૩૨૫ મીલીયન કી ચા ઉત્પાદન થયેલ જેમાંથી ૨૫૫ મિલિયન કીલો ચા નિકાસ કીલો ચા નિકાસ કરવામાં આવેલ હતી. આગામી વર્ષમાં ભારતના ઉત્પાદકો અને નિકાસકારોએ ૩૦૦ મિલિયન કીલો ચા નિકાસ કરવાનો નિર્ધાર કરેલ છે.

Tags :