Get The App

જુલાઈમાં કરિયાણાની દુકાનો, સુપરમાર્કેટમાં રૂ. 64,881 કરોડના ત્રણ અબજ વ્યવહારો

- ભારતીયોએ યુપીઆઈ દ્વારા ૯૭૮.૨૪ કરોડ રૂપિયાના ૬.૮૪ કરોડ વ્યવહારો દ્વારા ડિજિટલ સોનું ખરીદ્યું

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
જુલાઈમાં કરિયાણાની દુકાનો, સુપરમાર્કેટમાં રૂ. 64,881 કરોડના ત્રણ અબજ વ્યવહારો 1 - image


અમદાવાદ : નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડેટા દર્શાવે છે કે ગયા મહિને એટલે કે જુલાઈમાં કરિયાણાની દુકાનો અને સુપરમાર્કેટમાં રૂ. ૬૪,૮૮૧.૯૮ કરોડના ત્રણ અબજથી વધુ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત વ્યવહારો કરવામાં આવ્યા હતા. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન પહેલી વાર આ પ્રકારનો ડેટા શેર કર્યો છે. જે શ્રેણીવાર ચિતાર આપે છે.

ગયા મહિને વોલ્યુમની દ્રષ્ટિએ આ શ્રેણીનો હિસ્સો તમામ યુપીઆઈ પીઅર-ટુ-મર્ચન્ટ વ્યવહારોના લગભગ એક ક્વાર્ટર હતો. આ ઉપરાંત, દેવાની વસૂલાત કરતી એજન્સીઓ મૂલ્યની દ્રષ્ટિએ યાદીમાં ટોચ પર હતી, જેણે ૧૬.૧૩ કરોડ વ્યવહારો દ્વારા ૯૩,૮૫૭ કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા.

જુલાઈમાં, યુપીઆઈ દ્વારા રૂ. ૨૫.૦૮ લાખ કરોડના રેકોર્ડ ૧૯.૪૬ અબજ વ્યવહારો કરવામાં આવ્યા હતા. કુલ વ્યવહારોમાંથી, ૬૩.૬૩ ટકા વેપારીઓને કરવામાં આવ્યા હતા અને બાકીના ચુકવણીઓ લોકો દ્વારા એકબીજાને કરવામાં આવી હતી. જુલાઈમાં, વેપારી વ્યવહારોની સંખ્યા ૧૨.૩૮ અબજ હતી અને તેનું મૂલ્ય લગભગ રૂ. ૭.૩૪ લાખ કરોડ હતું. પરંતુ અન્ય લોકોને રૂ. ૩.૪૮ લાખ કરોડના લગભગ ૨.૨૬ અબજ વ્યવહારો કરવામાં આવ્યા હતા. 

યુપીઆઈ દ્વારા કરવામાં આવતી મુખ્ય ચુકવણી શ્રેણીઓમાં રાશન, રેસ્ટોરન્ટ, દવા, બળતણ, બેકરી અને વીજળી, ગેસ, પાણી, સ્વચ્છતા જેવી આવશ્યક સેવાઓનો સમાવેશ થાય છે. દર ૧૦ યુપીઆઈ વ્યવહારોમાંથી સાત આ શ્રેણીઓમાંથી એક માટે કરવામાં આવે છે. આ ઉપરાંત, રમતગમતમાં ડિજિટલ માધ્યમથી માલની ખરીદીમાં રૂ. ૧૦,૦૭૬.૫૬ કરોડના લગભગ ૩૫.૧૨ કરોડ વ્યવહારો કરવામાં આવ્યા હતા. 

UPI દ્વારા ડિજિટલ સોનાની ખરીદી સતત વધી રહી છે. એપ્રિલમાં, ભારતીયોએ યુપીઆઈ દ્વારા ૯૭૮.૨૪ કરોડ રૂપિયાના ૬.૮૪ કરોડ વ્યવહારો દ્વારા ડિજિટલ સોનું ખરીદ્યું હતું. 

Tags :