Business

AI નો ખતરો : આગામી 5 વર્ષમાં 2.4 કરોડ નોકરીઓ જોખમમાં, નવી તકો જ નહીં સર્જાય, 'ગ્રેટ રિસેશન' કરતાં પણ ખરાબ સ્થિતિ સર્જાવાની ભીતિ

By GS Team
28 Nov 20262 mins read
TukuTouch Logo
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિકાસથી લાખો ઓફિસ-આધારિત કર્મચારીઓની નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. જેપી મોર્ગન વેલ્થ મેનેજમેન્ટના અહેવાલ મુજબ, આગામી 5 વર્ષમાં વિશ્વભરમાં 2.4 કરોડ નોકરીઓ જોખમમાં મુકાશે, જેમાં 'નોલેજ વર્કર્સ' સૌથી વધુ પ્રભાવિત થશે. AI લાગુ કરવાનો ખર્ચ માનવ કર્મચારીઓના ખર્ચ કરતાં અડધો હોવાથી કંપનીઓ ખાલી જગ્યાઓ ભરવાનું ટાળશે. અમેરિકામાં 1.6 કરોડ નોકરીઓ પ્રભાવિત થવાનો અંદાજ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI નો ખતરો : આગામી 5 વર્ષમાં 2.4 કરોડ નોકરીઓ જોખમમાં, નવી તકો જ નહીં સર્જાય, 'ગ્રેટ રિસેશન' કરતાં પણ ખરાબ સ્થિતિ સર્જાવાની ભીતિ
AI IMAGE

AI impact on knowledge workers jobs cuts : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઝડપી વિકાસ વિશ્વભરના લાખો ઓફિસ-આધારિત કર્મચારીઓની નોકરીઓ માટે એક મોટો પડકાર બની રહ્યો છે. જેપી મોર્ગન વેલ્થ મેનેજમેન્ટના અહેવાલ મુજબ AIને કારણે આગામી 5 વર્ષમાં 2.4 કરોડ નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે, જેમાં 'નોલેજ વર્કર્સ' (બૌદ્ધિક કે માનસિક કાર્યોમાં સંકળાયેલા કર્મચારીઓ) સૌથી વધુ પ્રભાવિત થશે.

વધુને વધુ કંપનીઓ માનવ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા કાર્યો માટે AI આધારિત બની રહી છે. જેપી મોર્ગનનો અંદાજ છે કે, વૈશ્વિક સ્તરે આગામી 5 વર્ષમાં AI વાર્ષિક ધોરણે 1.3 ટકા ‘નોલેજ વર્કર્સ’નું સ્થાન લઈ શકે છે.

કંપનીઓ છટણીને બદલે ખાલી જગ્યાઓ નહિ ભરે

અહેવાલ મુજબ AI લાગુ કરવાનો ખર્ચ માનવ કર્મચારીઓને રાખવાના ખર્ચ કરતાં લગભગ અડધો છે. આ બદલાવોને જોતાં કંપનીઓ સીધી છટણી કરવાને બદલે ખાલી પડેલી જગ્યાઓ ન ભરવાનું વલણ અપનાવી શકે છે.

એક નોંધપાત્ર જોખમ એ પણ દર્શાવાયું છે કે, જો નોકરીઓનું નુકસાન અમુક ચોક્કસ વ્યવસાયો કે ક્ષેત્રોમાં કેન્દ્રિત થઈ જાય, તો પરિસ્થિતિ અતિગંભીર બની શકે છે અને અમુક વિસ્તારોમાં આર્થિક તથા રાજકીય દબાણ ઊભું થઈ શકે છે.

‘ધ ગ્રેટ રિસેશન’ કરતાં પણ ખરાબ સ્થિતિ સર્જાશે

જેપી મોર્ગને નોકરીઓ ગુમાવવાની આ ગતિની સરખામણી 2000ના દાયકામાં જોવા મળેલી સ્થિતિ સાથે કરી છે. દર વર્ષે કુલ રોજગારના આશરે 2 ટકા હિસ્સાનું નુકસાન થઈ શકે છે, જે દર 2000ના દાયકામાં ઉત્પાદન ક્ષેત્રે નોકરીઓ ઘટવાના દર કરતાં ચાર ગણો ઝડપી છે. વિશ્લેષકોનું માનવું છે કે આ દર ‘ધ ગ્રેટ રિસેશન’ (મહામંદી) દરમિયાન જોવા મળેલા નોકરી ગુમાવવાના દરની સમકક્ષ હોઈ શકે છે. જોકે ‘ગ્રેટ રિસેશન’ બે વર્ષ સુધી ચાલ્યું હતું, જ્યારે AI આધારિત આ તબક્કો ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ચાલુ રહેવાની ધારણા છે.

AIમાં અગ્રેસર અમેરિકા પર સૌથી ગંભીર અસર થશે

જેપી મોર્ગનના વિશ્લેષકોના મતે AI અપનાવવામાં અગ્રેસર યુનાઈટેડ સ્ટેટ્સ પર જ તેની સૌથી ગંભીર અસર પડવાની શક્યતા છે. જોખમમાં રહેલી નોકરીઓમાંથી બે-તૃતીયાંશ નોકરીઓ માત્ર યુનાઈટેડ સ્ટેટ્સમાંથી એટલે કે આગામી 5 વર્ષમાં 1.6 કરોડ અથવા પ્રતિ વર્ષ 30 લાખ કર્મચારીઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે.