12 લાખ રુપિયા કિલો વેચાય છે આ ગુલાબનું તેલ, જાણો કેમ આટલું મોંઘુ
હિમાચલ પ્રદેશ સતત દમસ્ક ગુલાબ પર સંશોધન કરી રહી છે
અત્તર અને પરફ્યુમ તૈયાર કરવા માટે તેના થોડાક ટીંપાની જરુર હોય છે.
Image Wikipedia |
તા. 17 જૂન 2023, શનિવાર
આમ તો ગુલાબની ખેતી સમગ્ર ભારતમાં થાય છે, અને તેનાથી અતર અને ખુશબુદાર તેલ બનાવવામાં આવે છે. પંરતુ દમસ્ક નામનું ગુલાબની વાત બીજા કરતા અલગ હોય છે. આ ગુલાબની જાત સારામા સારી કહેવામાં આવે છે. અને તેની કિંમત સામાન્ય ગુલાબ કરતાં વધારે હોય છે.
એવુ કહેવામાં આવે છે કે દમસ્ક ગુલાબનું મુળ સ્થાન સીરીયા છે. પરંતુ હવે તેની ખેતી કેટલાય દેશોમાં થાય છે. હિમાચલ પ્રદેશના ખેડુતો તેની ખેતી કરવા માટે વિશેષ શિક્ષણ આપવામાં આવે છે. દમસ્ક ગુલાબમાથી અત્તર અને પરફ્યુમ બનાવવામાં આવે છે. આ સિવાય તેનો ઉપયોગ પાન મસાલામાં, તેલ અને ગુલાબનું પાણી પણ તૈયાર કરવામાં થાય છે.
હિમાચલ પ્રદેશ સતત દમસ્ક ગુલાબ પર સંશોધન કરી રહી છે
એક રિપોર્ટ પ્રમાણે ગુણવત્તા અને ક્વોલિટીના કારણે દમસ્ક ગુલાબની ડિમાન્ડ વધતી જાય છે. તેનું તેલ 10 થી 12 લાખ રુપિયા કિલોના ભાવે વેચાય છે. અને જો ભારતના ખેડુતો તેની ખેતી કરે તો તેમની કિસ્મત બદલાઈ જાય. ખાસ વાત તો એ છે કે ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન બાયોરિસોર્સ ટેકનોલોજી (IHBT), પાલમપુર, હિમાચલ પ્રદેશ સતત દમસ્ક ગુલાબ પર સંશોધન કરી રહી છે, જેથી ખેડૂત ભાઈઓ તેની ખેતીમાંથી સારી કમાણી કરી શકે.
અત્તર અને પરફ્યુમ તૈયાર કરવા માટે તેના થોડાક ટીંપાની જરુર હોય છે.
માર્કેટમાં દમસ્ક ગુલાબની કિંમત તેની ડિમાન્ડ પ્રમાણે ઉપર-નીચે થતી હોય છે. પરંતુ તેનો ભાવ હંમેશા 10 થી 12 લાખની વચ્ચે રહેતો હોય છે. તેનું તેલ એટલું મોંઘું વેચાય છે કારણ કે તે એક કિલો તેલ કાઢવા માટે દરરોજ સાડા ત્રણ ટન દમસ્ક ગુલાબની પ્રોસેસ કરવામાં આવે છે. આમ પણ દમસ્ક ગુલાબની ઉપજ ઘણી ઓછી થાય છે. અને તેના જ કારણે આનું તેલ આટલું મોંઘું વેચાય છે. જો કે, તેલ કાઢતી વખતે ગુલાબ જળ પણ બહાર આવે છે, જે સામાન્ય ગુલાબજળ કરતાં વધુ તેજ હોય છે. અત્તર અને પરફ્યુમ તૈયાર કરવા માટે તેની થોડા ટીપાંની જરુર હોય છે.
ફૂલના તેલમાં 100 થી 150ની વચ્ચે કમ્પાઉન્ડ જોવા મળે છે
IHBTના એન્જિનિયર મોહિત શર્માના કહેવા પ્રમાણે ફૂલોમાંથી કાઢવામાં આવેલું તેલ કે તેના રસમાંથી બનાવેલ પરફ્યુમ કાચની બોટલમાં રાખવામાં આવતું નથી. તેને એલ્યુમિનિયમની બોટલમાં જ રાખવામાં આવે છે. મોહિત શર્માના જણાવ્યા અનુસાર ફૂલના તેલમાં 100 થી 150 કમ્પાઉન્ડ જોવા મળે છે. તેમાંથી માત્ર 15-16 કમ્પાઉન્ડ જ એવા હોય છે, જે તેલના રૂપમાં છે. કાચની બોટલમાં ફૂલનું તેલ રાખવામાં આવે તો તેના પર સૂર્યપ્રકાશ પડે તો આ કમ્પાઉન્ડ ખરાબ થઈ જાય છે. જેના કારણે તેલની ક્વાલિટી બેકાર થઈ જશે.