Get The App

દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલ, આટલા પૈસાથી તો એક બાઇક ખરીદી લેવાય, જાણો કેમ ખાસ

Updated: Dec 4th, 2024

GS TEAM

Google News
Google News
દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલ, આટલા પૈસાથી તો એક બાઇક ખરીદી લેવાય, જાણો કેમ ખાસ 1 - image
Image Twitter 

World's most expensive water bottle : બજારમાં મળતી પાણીની બોટલ 10 રૂપિયાથી શરુ થાય છે. જો કે, વિશ્વમાં સૌથી મોંઘી પાણીની બોટલો પણ આવે છે, જે હજારોની કિંમતમાં વેચાય છે. પરંતુ શું તમે જાણો છો કે, સૌથી મોંઘી પાણીની બોટલ કેટલા રુપિયાની છે? કિંમત જાણીને ચોક્કસ તમને નવાઈ લાગશે. ચાલો તમને જણાવીએ.

આ પાણીની બોટલનું નામ છે Fillico Jewelry Water

વિશ્વની સૌથી મોંઘી પાણીની બોટલનું નામ Fillico Jewelry Water 'ફિલીકો જ્વેલરી વોટર' છે. જાપાનમાં તેને બોટલબંધ કહેવામાં આવે છે. તેની કિંમત 1.15 લાખ રૂપિયા છે. આનો અર્થ એ છે કે, તમે આટલામાં સારી બાઈક ખરીદી શકો છો.

જાપાનના કોબે વિસ્તારના ઝરણામાંથી લાવવામાં આવે છે

જાપાનમાં તેને નુનોબિકી પાણી કહેવામાં આવે છે. આ પાણી જાપાનના કોબે વિસ્તારમાં આવેલા ઝરણામાંથી લાવવામાં આવે છે. બોટલમાં સ્વારોવસ્કી ક્રિસ્ટલ, સોનાનો ઢોળ અને ચમકદાર પીંછા હોય છે. આ પાણીની બોટલ ખૂબ જ ઝીણવટથી ડિઝાઇન કરવામાં આવી છે અને તેની કિંમત પાણીની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને એટલી ઊંચી છે.