For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રૂપિયામાં રેકોર્ડ મંદીનો આંચકો ડોલરે રૂ.81 તરફ દોટ મૂકી

Updated: Sep 23rd, 2022

Article Content Image

- અમેરિકા પછી બ્રિટને પણ વ્યાજ દર વધારતા કરન્સી બજારમાં  ઉથલપાથલ

- આરબીઆઈ પણ  વ્યાજ વધારવાના મુડમાં : ફોરેક્સ રિઝર્વ ઘટતાં ડોલર ઉછળી રૂ.82 થવાની શક્યતા

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે  રૂપિયા સામે ડોલરના ભાવમાં સ્પ્રિંગ જેવો ભાવ ઉછાળો જોવા મળતાં  રૂપિયો રેકોર્ડ નીચા તળિયે ખાબક્યો  હતો સામે   ડોલરના ભાવ  ઐતિહાસિક  ટોચે પહોંચી ગયા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા  વ્યાજ  દરમાં વધુ  પોણા ટકાનો વધારો કરવામાં આવતાં ભારત તેમ જ વિશ્વભરના કરન્સી  બજારમાં આજે  વ્યાપક ઉથલપાથલ સર્જાઈ હતી. અને બજારના  ખેલાડીઓ  અવાક  બની  ગયા હતા. રૂપિયા સામે  આજે ડોલરના ભાવ  ઉછળી ઉંચામાં  રૂ.૮૦.૯૬ની નવી ટોચે ચાલુ બજારે  પહોંચી ગયા હતા. 

વિશ્વ બજારમાં  વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે  ડોલર ઉછળતાં  ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉછળી ૧૧૧ની સપાટી  પાર કરી  ૨૦ વર્ષની  નવી ઉંચી ટોચને આંબી  ગયાના નિર્દેશો હતા. ઘરઆંગણે  રૂપિયો ગબડતાં  તથા ડોલર ઉછળતાં હવે ફુગાવામાં  વેગથી  વૃદ્ધી થવાની   શક્યતા છે.  મોંઘવારી  વધી છે  તથા વધુ વધવાની  ભીતિ છે  ત્યારે ભારતમાં  હવે રિઝર્વ  બેન્ક દ્વારા આવતા  સપ્તાહની મિટિંગમાં  વ્યાજમાં વધુ વધારો  કરવામાં આવશે  એવી ભીતિ જાણકારો  આજે બતાવી  રહ્યા હતા. રૂપિયો તૂટતાં  દેશમાં આયાત થતી બધી  ચીજવસ્તુઓ મોંઘી  થઈ જશે.

દરમિયાન,  મુંબઈકરન્સી બજારમાં  આજે રૂપિયા સામે  ડોલરના ભાવ  રૂ.૭૯.૯૯ વાળા આજે સવારે  રૂ.૮૦.૨૯ ખુલી નીચામાં  ભાવ રૂ.૮૦.૨૬  રહ્યા પછી ઝડપી ઉંચકાઈ  ઉંચામાં  રૂ.૮૦.૮૭  થઈ ૮૦.૮૬  બંધ રહ્યા  હતા.  રૂપિયો આજે ડોલર  સામે ૮૭ પૈસા  તૂટયો હતો.  રૂપિયામાં  એક દિવસીય  આવો ભાવ  કડાકો  ૭ મહિના  પછી જોવા મળ્યો  છે. છેલ્લે   રૂપિયામાં  આવું ગાબડું   આ વર્ષે  ૨૪મી   ફેબુ્રઆરીમાં   નોંધાયો હતો.  દરમિયાન,  અમેરિકામાં  વ્યાજ વધ્યા પછી  ગુરૂવારે  બ્રિટનમાં મળેલી મિટિંગમાં   બેન્ક ઓફ  ઈંગ્લેન્ડે  પણ વ્યાજમાં  અડધા ટકાનો  વધારો કરવાની  જાહેરાત કરતાં  વૈશ્વિક  કરન્સી બજારમાં   ઉથલપાથલનેૈ વેગ મળ્યો   હતો. ઈન્ડોનેશિયાએ  પણ આજે  વ્યાજ દર વધાર્યા હતા.  જાપાન  તથા સ્વીત્ઝર્લેન્ડમાં પણ વ્યાજવૃદ્ધી  થવાના ભણકારા  વાગી રહ્યા છે.  ભારત પણ  આવતા અઠવાડિયે  વ્યાજ દર  વધારશે એવાં સંકેતો મળ્યા છે.

મુંબઈ શેરબજાર ઘટતાં તેની અસર પણ  રૂપિયા પર નેગેટીવ  પડી છે.  યુક્રેન યુદ્ધ પ્રશ્ને  રશિયાએ  ફરી આક્મક  વલણ બતાવતાં  તેની અસર  પણ કરન્સી  બજારમાં વર્તાતી  થઈ છે.   વિશ્વ બજારમાં   ડોલરનો ઈન્ડેક્સ  આજે  ઉછળી  ૧૧૧ની  સપાટી કુદાવી  ઉંચામાં ૧૧૧.૮૧  થઈ ૧૧૦.૯૨  મોડી સાંજે  બોલાઈ રહ્યો હતો.   કરન્સી  બજારના   સૂત્રોના જણાવ્યા  મુજબ ડોલર  સામે આજે  રૂપિયો તૂટી  રહ્યો હતો  છતાં રિઝર્વ  બેન્કની મધ્યસ્થી  ધીમી રહી હતી.   ડોલર હવે  રૂ.૮૧ થશે ત્યારે  સરકારી બેન્કો  કદાચ ડોલર  વેચવા  આવશે એવી શક્યતા  જાણકારો   બતાવી રહ્યા  હતા. ભારતમાં   ફોરેક્સ  રિઝર્વ ૧૨ મહિનામાં   ૬૪૨.૪૦ અબજ ડોલરથી  ઘટી ૫૫૦.૮૭  અબજ ડોલર  થઈ ગયું છે  એ જોતાં  રિઝર્વ બેન્ક હવે ડોલર વેંચવામાં  ધીમી નીતિ  અપનાવી  રહ્યાની ચર્ચા   પણ બજારમાં   સંભળાઈ  છે અને આવા સંજોગોમાં  ડોલર ઉછળી રૂ.૮૨ થઈ  જવાની શક્યતા પણ  બજારના જાણકારો બતાવી રહ્યા  હતા.

અનેરિકામાં  હવે પછી નવેમ્બર તથા ડિસેમ્બરમાં  મળનાપી બે મિટિંગોમાં  મળીને વ્યાજમાં  વધુ  આશરે ૧૨૫  પોઈન્ટની  સવા ટકાની  વૃદ્ધી થવાની  શક્યતા છે.  હાલ  વ્યાજ દર વધી ૩.૫ ટકા  થયા છે.  જે વર્ષના  અંત સુધીમાં   વધુ વધી  ૪.૫૦  ટકા થઈ  જવાની શક્યતા  છે. અમેરિકામાં   વ્યાજ વધી  ૨૦૦૮ પછીની નવી  ટોચે પહોંચ્યો  છે. બ્રિટનમાં   સતત સાત   મિટિંગમાં  વ્યાજ દર વધારાયા છે. ત્યાં   આર્થિક વિકાસ  તળિયે  પહોંચ્યો  છે. ડોલર સામે  બ્રિટીશ પાઉન્ડ  તૂટી ૧૯૮૫ પછીના   નવા તળિયે  ઉતર્યો  છે. ઘર આંગણે  આ વર્ષે   અત્યાર સુધીના  ગાળામાં  રૂપિયામાં   ૮.૬૦ ટકાનું   ધોવાણ  થઈ ગયું છે.   જેમ જેમ  રૂપિયો  તૂટે છે  તેંમ તેમ મોંઘવારી  ઉંચે  જાય છે.  ડોલર સામે  જાપાનની કરન્સી યેન ગબડતાં   જાપાનની સરકારે ૧૯૯૮ પછી પ્રથમ વાર  ફોરેક્સ બજારમાં   મધ્યસ્થી  કરવી પડયાના સમાચાર  પણ મળ્યા હતા.

દરમિયાન,   મુંબઈ બજારમાં  આજે રૂપિયા  સામે બ્રિટીશ પાઉન્ડ  ૫૭ પૈસા  વધી રૂ.૯૧.૪૭  થઈ  રૂ.૯૧.૩૧  રહ્યો હતો.  જ્યારે  યુરોપની કરન્સી  યુરોના ભાવ   ૭૧ પૈસા   વધી ઉંચામાં  રૂ.૭૯.૮૫  થઈ  રૂ.૭૯.૭૨  રહ્યા હતા.    જાપાનની કરન્સી  જૌ કે રૂપિયા  સામે આજે   ૦.૩૧ ટકા  ઘટી હતી જ્યારે  ચીનની કરન્સી ૦.૩૬ ટકા  ઉંચકાઈ હતી.

ફોરેક્સ રેટ

(રૂપિયામાં)

 

ડોલર

+૮૭ પૈસા

૮૦.૮૬

પાઉન્ડ

+૫૭ પૈસા

૯૧.૩૧

યુરો

+૩૧ પૈસા

૭૯.૭૨

Gujarat