શેરબજારમાં રેકોર્ડ તેજી વચ્ચે ડોલર સામે રૂપિયામાં ઝડપી સુધારો નોંધાયો

- રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડમાં તેજી આગળ વધતાં પાઉન્ડના ભાવ વધુ વધી રૂ.૯૮ની સપાટી પાર કરી ગયા

- ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ગબડી ૧૦૬ની અંદર ઉતર્યો


મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધતા અટકી  ઝડપી ઘટાડા પર  રહ્યા હતા.  શેરબજારમાં રેકોર્ડ તેજીના પગલે  કરન્સી બજારમાં આજે રૂપિયો  ઝડપી ઉંચકાયો હતો.  વિશ્વ બજારમાં  વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે  ડોલરનો વૈશ્વિક   ઈન્ડેક્સ ઘટયાના  સમાચારો વચ્ચે  મુંબઈ બજારમાં પણ  ડોલરના ભાવ  દબાણ હેઠળ  જોવા  મળ્યા હતા.   ડોલરના ભાવ  આજે  રૂ.૮૧.૮૫ વાળા ઘટી રૂ.૮૧.૬૩  રહ્યા  હતા. રૂપિયો ૨૨ પૈસા  ઉંચકાયો હતો.  

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના  ભાવ વધ્યા મથાળેથી ફરી ઘટયાના નિર્દેશોની  પણ ઘરઆંગણે  રૂપિયાના ભાવ પર પોઝીટીવ  અસર જોવા મળી હતી.  વિશ્વ બજારમાં  ડોલરનો  ગ્લોબલ ઈન્ડેક્સ  ૧૦૬.૯૫ વાળો ઘટી  આજે ૧૦૬ની અંદર ઉતરી  ૧૦૫.૬૦ રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, વિશ્વ બજારના નિર્દેશો  મુજબ  અમેરિકામાં  ફેજરલ રિઝર્વની છેલ્લી મિટિંગની મિનિટસ બહાર  પડી છે  અને આ મિનિટસમાં  એવા  સંકેતો મળ્યા  છે કે અમેરિકામાં  હવે પછી થનારી  વ્યાજ વૃદ્ધી  બહુ આક્રમક  નહિં હોય  તથા સરકામણીએ  હળવી થશે એવું  ફેડરલ રિઝર્વના  મોટાભાગના  કમિટી મેમ્બરોએ  આ  અભિપ્રાય  આપ્યો હોવાનો  સંકેત  આ મિનિટસમાંથી  મળ્યો  છે.

આના પગલે  વિશ્વ બજારમાંથી  ડોલરના ભાવ  દબાણ આવ્યાની  ચર્ચા બજારમાં   આજે સંભળાઈ  હતી. આવા માહોલમાં  મુંબઈ બજારમાં   રૂપિયા સામે ડોલરના ભાવ  આગળ ઉપર  ઘટી  રૂ.૮૧.૩૦ તથા રૂ.૮૧.૦૦ સુધી  અને લાંબા ગાળે રૂ.૮૦.૫૦  સુધી ઉતરવાની  શક્યતા  ફોરેક્સ બજારના  જાણકારો આજે બતાવી રહ્યા હતા.

દરમિયાન વિશ્વ બજારમાં  ડોલર સામે બ્રિટીશ પાઉન્ડ  ઉછળતાં ંમુંબઈ બજારાં પણ આજે  રૂપિયા સામે  પાઉન્ડના ભાવ  વધી  રૂ.૯૮.૯૪થી ૯૮.૯૫  રહ્યા હતા જે બુધવારે  રૂ.૯૭.૭૦  રહ્યા હતા.  યુરોપની કરન્સી યુરોના ભાવ  આજે રૂપિયા સામે રૂ.૮૪.૪૯  થી વધી  રૂ.૮૪.૯૫થી  ૮૪.૯૬  બોલાઈ રહ્યા હતા.

જાપાનની કરન્સી રૂપિયા સામે  ૦.૬૭ ટકા  પ્લસમાં  રહી હતી.  વિશ્વ બજારમાં  ડોલર સામે  ચીનની કરન્સીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યાના સમાચાર હતા.

ફોરેક્સ રેટ (રૂપિયામાં)

ડોલર

- ૨૨  પૈસા

૮૧.૬૩

પાઉન્ડ

+ ૧૨૫ પૈસા

૯૮.૯૫

યુરો

+ ૪૬ પૈસા

૮૪.૯૬

City News

Sports

RECENT NEWS