For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોના- ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં ભાવમા ફરી ઘટાડો

- ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા

- બંધ બજારે રૂપિયા સામે ડોલરમાં થયેલી પીછેહટ

Updated: Mar 26th, 2023

Article Content Image

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી નિકળી હતી. 

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૯૮થી ૧૯૯૯ વાળા ઘટી ૧૯૭૫ થઈ છેલ્લે સપ્તાહના અંતે ૧૯૭૮થી ૧૯૭૯ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૩.૪૦થી ૨૩.૪૧ વાળા નીચામાં ૨૨.૯૬ થઈ છેલ્લે ભાવ ૨૩.૨૨થી ૨૩.૨૩ ડોલર બોલાઈ રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ વધતા અટકી રેકોર્ડ ટોચ પરથી ૧૦ ગ્રામદીઠ રૂ.૬૦૦ તૂટી ગયા હતા. અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯.૫૦ના રૂ.૬૦૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૧૦૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ વધતા અટકી કિલોદીઠ રૂ.૭૦૫૦૦ના મથાળે શાંત હતા.

વિશ્વબજારમાં  પ્લેટીનમના ભાવ ઔંશના ે ૯૮૪થી ૯૮૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૨૨થી ૧૪૨૩ ડોલર રહ્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૯૪૧૪ વાળા રૂ.૫૯૧૦૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૯૬૫૩ વાળા રૂ.૫૯૩૦૦ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૯૭૫૬ વાળા રૂ.૬૯૭૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી સપ્તાહના અંતે ફરી ઉંચકાયાના નિર્દેશો હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૬૭.૨૯ વાળા છેલ્લે ૬૯.૨૯ ડોલર રહ્યા હતા. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૩.૧૯ વાળા છેલ્લે ૭૪.૯૯ ડોલર રહ્યા હતા. આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૨.૪૮ વાળા રૂ.૮૨.૪૨ બોલાઈ રહ્યા હતા.

Gujarat