Get The App

ઉત્પાદન ક્ષેત્રનો PMI વધ્યો પરંતું એક વર્ષ માટેનો બિઝનેસ આશાવાદ હજુપણ નબળો

- વેપાર ક્ષેત્રે નબળા આશાવાદાૃથી રોજગાર નિર્માણ મર્યાદિત રહેવાના સાપડતા સંકેત

Updated: Jan 2nd, 2020

GS TEAM

Google News
Google News
ઉત્પાદન ક્ષેત્રનો PMI વધ્યો પરંતું  એક વર્ષ માટેનો બિઝનેસ આશાવાદ હજુપણ નબળો 1 - image

મુંબઈ, તા. 02 જાન્યુઆરી 2020, ગુરુવાર

સમાપ્ત થયેલા ડીસેમ્બર મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં સાત મહિનાની ઊંચી સપાટીએ વધારો જોવા મળ્યો છે. નવા ઓર્ડરમાં થયેલી વૃદ્ધિને કારણે કંપનીઓએ ઉત્પાદનમાં વધારો કર્યો છે એમ એક ખાનગી સર્વેમાં જણાવાયું છે. જો કે આની સામે બિઝનેસ ઓપ્ટિમિઝમ (આશાવાદ) ઘટીને  લગભગ ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જે રોજગારનું ચિત્ર નબળું રહેવાના સંકેત આપે છે.

પડકારરૂપ બજાર સ્થિતિઓને લઈને કંપનીઓ ચિંતીત છે. આઈએચએસ માર્કિટ દ્વારા એકત્રિત કરાયેલા નિક્કી મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ જે નવેમ્બરમાં ૫૧.૨૦ પોઈન્ટ રહ્યો હતો તે ડીસેમ્બરમાં વધીને ૫૨.૭૦ સાથે સાત મહિનાની ટોચે રહ્યો છે. મે ૨૦૧૯ બાદ સૌથી ઊંચો છે. 

૫૦ પોઈન્ટથી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે જ્યારે તેનાથી નીચેના પોઈન્ટને સંકોચન કહેવાય છે. ડીસેમ્બરમાં સતત ૨૯માં મહિને ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૦ની ઉપર રહ્યો છે. 

ઓકટોબરમાં જોવાયેલા ચિંતાજનક પરિણામોને ધ્યાનમાં રાખતા પીએમઆઈમાં વધારો નીતિવિષયકો માટે રાહતરૂપ બની રહેશે, એમ આઈએચએસ માર્કિટ ખાતેના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. 

માગમાં વધારા અને મે બાદ ઉત્પાદનમાં  થયેલા સૌથી વધુ વધારાનો ફેકટરીઓને લાભ મળી રહેશે. ઉત્પાદન ક્ષેત્રમાં એકંદર માગ પર નજર રાખતા સબ-ઈન્ડેકસ પણ ડીસેમ્બરમાં વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. માગ વૃદ્ધિને પગલે કર્મચારીઓની ભરતીમાં પણ ઝડપ જોવા મળી છે. 

કાચા માલના ભાવમાં વધારો છતાં માગમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. કાચા માલનો ફુગાવો ડીસેમ્બરમાં ૧૩ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. ફુગાવાને કારણે રિઝર્વ બેન્ક ડીસેમ્બરમાં વ્યાજ દર યથાવત જાળવી રાખ્યો છે. ઊંચા ફુગાવાને કારણે આવનારા મહિનાઓમાં પણ રેપો રેટમાં કપાત થવાની શકયતા હાલમાં ઘટી ગઈ છે. 

આગામી ૧૨ મહિના માટે ઉત્પાદન સંદર્ભનો આશાવાદ પણ  ડીસેમ્બરમાં ૨૦૧૭ના ફેબુ્રઆરી બાદ સૌથી નીચે રહ્યો છે. જે બજારની સ્થિતિ ચિંતાજનક હોવાનું સૂચવે છે અને રોજગાર નિર્માણ પણ મર્યાદિત રહેવાના સંકેત આપે છે, એમ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. 


Tags :