Get The App

શેરબજારમાં રોકાણ કરવા મામલે અવ્વલ ગુજરાતમાં મહિલા રોકાણકારોની સંખ્યામાં કોઈ વધારો નહીં

Updated: Dec 24th, 2024

GS TEAM

Google News
Google News
Women Investors

Women Investors In India: મહિલા સશક્ત બનતાં હવે તે નાણાકીય બજારોમાં પણ ઝંપલાવી રહી છે. નાણાકીય બજારોમાં મહિલાઓનો હિસ્સો છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી વધી રહ્યો છે. જો કે, છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં મહિલા રોકાણકારોની સ્થિતિ યથાવત રહી છે. તેમાં કોઈ વૃદ્ધિ જોવા મળી નથી. 

SBI Ecowrap રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2022થી મહિલા રોકાણકારોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 3 વર્ષમાં મહિલા રોકાણકારોની સંખ્યા 1.3 ટકા વધી 23.9 ટકા થઈ છે. જે નાણાકીય વર્ષ 2021-22માં 22.6 ટકા હતી. જે નાણાકીય સ્વતંત્રતા સાથે મહિલાઓ  રોકાણ મામલે પણ જાગૃત્ત બની હોવાનો સંકેત આપે છે.

આ પણ વાંચોઃ સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, હવે 12માં ધોરણમાં પણ ગ્રૂપ બદલી શકાશે

નાના રાજ્યોમાં મહિલા રોકાણકારોની સંખ્યા વધી

શેરબજાર, આઈપીઓ સહિત નાણાકીય બજારમાં સૌથી વધુ રોકાણ કરતાં મોટા રાજ્યોની તુલનાએ નાના રાજ્યોની મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2024-25માં મહિલા રોકાણકારોનો હિસ્સો ગોવામાં 2.2 ટકા વધી 32 ટકા થયો છે. જ્યારે ચંદીગઢ 31.6 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે છે. જો કે, આ શહેરોમાં રોકાણકારોની સંખ્યા મોટા રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત કરતાં ઘણી ઓછી છે.

શેરબજારમાં રોકાણ કરવા મામલે અવ્વલ ગુજરાતમાં મહિલા રોકાણકારોની સંખ્યામાં કોઈ વધારો નહીં 2 - image