Get The App

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83111 ઉપર બંધ થતાં 83888 જોવાશે

- નિફટી ૨૫૨૨૨ ઉપર બંધ થતાં ૨૫૪૪૪ જોવાશે

- નિફટીમાં ૨૪૭૭૭ સપોર્ટ અને સેન્સેક્સમાં ૮૧૪૪૪ ટેકાની સપાટી

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
નવા સપ્તાહમાં સેન્સેક્સ 83111 ઉપર બંધ થતાં 83888 જોવાશે 1 - image


મુંબઈ : પહેલગામ-કાશ્મીર હુમલાનો બદલો લેવાના મોદી સરકારના મક્કમ નિર્ધાર મુજબ પાકિસ્તાનને સ્વપ્નેય વિચાર્યું નહોતું એવો જડબાતોડ જવાબ ભારતીય સૈન્યએ આપીને વિશ્વને સ્તબ્ધ કરી દીધા સાથે ભારતની સૈન્ય-ડિફેન્સ સક્ષમતા માટે દેશવાસીઓએ ગર્વ અનુભવ્યું છે. ભારતની આ સિદ્વિ સાથે વૈશ્વિક મોરચે આર્થિક સક્ષમતાઓ પણ જાણી ગયેલા અમેરિકા અને ચાઈના ભારતના વધતાં પ્રભુત્વને અંકુશમાં લેવા ટેરિફના નામે પ્રયાસરત હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. અમેરિકાની ચાઈના સાથે ટેરિફ ડિલ અને ગલ્ફ દેશો સાથે મેગા ઈન્વેસ્ટમેન્ટ ડિલ સહિતના ડેવલપમેન્ટને જોતાં અને બીજી તરફ યુક્રેન મામલે રશીયા સાથે યુદ્વનો અંત લાવવાની દિશામાં થઈ રહેલા પોઝિટીવ ડેવલપમેન્ટને જોતાં આગામી દિવસોમાં વૈશ્વિક વેપારમાં પણ ધરમૂળ પરિવર્તન જોવા મળે એવી પૂરી શકયતા છે. આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૮૧૪૪૪ની ટેકાની સપાટીએ ૮૩૧૧૧ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૩૮૮૮ અને નિફટી સ્પોટ ૨૫૨૨૨ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૫૪૪૪ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : 

(1) NATIONAL PLASTIC TECHNOLOGIES LTD.

બીએસઈ(૫૩૧૨૮૭)લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, વર્ષ ૧૯૮૯માં શરૂ થયેલી નેશનલ પ્લાસ્ટિક ટેકનોલોજીસ લિમિટેડ(NATIONAL PLASTIC TECHNOLOGIES LTD.) ઈન્જેકશન મોલ્ડેડ પ્લાસ્ટિક પ્રોડક્ટસની ઓટોમોબાઈલ અને કન્ઝયુમર ડયુરેબલ ઉદ્યોગો માટે ઉત્પાદન કરતી કંપની છે. કંપનીએ તાજેતરમાં ટુ-વ્હીલર મેન્યુફેકચરરોને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ માટે ઉત્પાદનો સપ્લાય કરવાનું શરૂ કર્યું છે.

ઉત્પાદનો : કંપનીના પ્રોડક્ટ-ઉત્પાદનોમાં ઈન્ટીરિયર ટ્રીમ્સ, એક્સટીરિયર ટ્રીમ્સ, લેમ્પ હોસિંગ, એચવીએસી, ક્લેડિંગ, ટુ-વ્હીલર્સ, બ્લો મોલ્ડિંગનો સમાવેશ છે.

નાણાકીય પરિણામો :

(૧) પ્રથમ નવમાસિક એપ્રિલ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ :

ચોખ્ખી આવક ૧૭ ટકા વધીને રૂ.૨૩૫  કરોડ મેળવી એનપીએમ ૨.૯૪ ટકા થકી ચોખ્ખો નફો ૧૧ ટકા વધીને રૂ.૬.૯૦ કરોડ નોંધાવી શેર દીઠ નવમાસિક આવક રૂ.૧૧.૩૫  હાંસલ કરી છે.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :

અપેક્ષિત ચોખ્ખી આવક ૧૯ ટકા વધીને રૂ.૩૨૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૩ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો ૧૪ ટકા વધીને રૂ.૯.૬૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૫.૮૦ અપેક્ષિત છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી આવક  રૂ.૩૭૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૩.૨૦ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૧.૮૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૯.૪૦ અપેક્ષિત છે.ૉ

નેશનલ પ્લાસ્ટિક ટેકનોલોજીસ લિમિટેડનો શેર અત્યારે ઉદ્યોગના સરેરાશ ૩૫ના પી/ઇ સામે અપેક્ષિત કમાણીએ રૂ.૨૬૩.૭૦ ભાવે ૧૩.૬૦ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

(2) NELCO LTD.

બીએસઈ (૫૦૪૧૧૨), એનએસઈ (NELCO) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, નેલ્કો લિમિટેડ  (NELCO LIMITED)વર્ષ ,૧૯૪૦માં શરૂ થયેલી કંપની ક્લોઝ યુઝર ગુ્રપ નેટવર્કસને સ્થાનિક સેટેલાઈટ કોમ્યુનિકેશન સર્વિસિઝ પૂરી પાડવા ક્ષેત્રે પ્રવૃત છે. ટાટા પાવરની સબસીડિયરી નેલ્કો ટીએલ ૯૦૦૦, આઈએસઓ ૨૦૦૦૦૧:૨૦૧૧ અને આઈએસઓ ૨૭૦૦૧:૨૦૧૩ સર્ટિફાઈડ છે. કંપની ભારતના ટેરિટોરિયલ બાઉન્ડ્રીમાં નોન-એક્સક્લુઝિવ ધોરણે સેટેલાઈટ સિસ્ટમ થકી ક્લોઝ યુઝર ગુ્રપ (સીયુજી)ને ડોમેસ્ટિક સેટેલાઈટ કોમ્યુનિકેશન સર્વિસિઝ પૂરી પાડે છે. કંપની વીસેટ કનેક્ટિવિટી, સેટકોમ પ્રોજેક્ટસ અને ઈન્ટીગ્રેટેડ સિક્યુરિટી અને સર્વેલન્સ સોલ્યુશન્સ ક્ષેત્રે એન્ટરપ્રાઈસ અને સરકારી ગ્રાહકોને કસ્ટમાઈઝ્ડ સોલ્યુશન્સ ઓફર કરે છે. કંપની સરકાર, ડિફેન્સ અને એન્ટરપ્રાઈસ સેક્ટરોને ભારતમાં જ્યારે સિક્યુરિટી અને સર્વેલન્સની જરૂર પડે ત્યારે મદદ કરે છે.

લાઈસન્સો : કંપની ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન, ભારત સરકાર દ્વારા ઈસ્યુ કરાયેલા વીસેટ લાઈસન્સ, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર લાઈસન્સ અને ઈનફ્લાઈટ અને મેરિટાઈમ કોમ્યુનિકેશન લાઈન્સ ધરાવે છે.

બિઝનેસ મોડલ : કંપનીના બે પ્રમુખ આવકના માધ્યમોમાં (૧) વીસેટ હાર્ડવેર વેચાણ : વન-ટાઈમ હાર્ડવેર ઈન્સ્ટોલેશન્સ છે. કંપની અન્ય થર્ડ-પાર્ટી વૈશ્વિક સાહસિકો જેવા કે વીટી આઈડાયરેક્ટ અને જિલાટ સેટેલાઈટ નેટવર્કસ પાસેથી પ્રોપરાઈટરી ટેકનોલોજી સાથે વીસેટ હાર્ડવેર માટે ટેકનોલોજીસ પર નિર્ભર છે. (૨) બેન્ડવિડ્થ અને સર્વિસ યુઝેજ : આ રિકરિંગ આવક કરાવતી સર્વિસ છે. કંપની ૭૫થી ૮૦ ટકા આવક બેન્ડવિડ્થ અને સર્વિસ યુઝેજમાંથી મેળવે ચે. જેમાં કંપનીના રિપીટ ગ્રાહક પ્રોફાઈલ(૩થી ૫ ટકા રેટ) ધરાવે છે. ગ્રાહકો સાથે ધોરણ મોટાભાગે કોન્ટ્રેક્ટ ેઝડ અને એ કોન્ટ્રેકટની મુદ્દત ૧થી ૩ વર્ષની રહે છે.

બજાર હિસ્સો : રૂ.૧૦૦૦ કરોડના વીસેટ ઉદ્યોગમાં નેલ્કો ૨૬ ટકા બજાર હિસ્સો ( એક્ત્રિત વીસેટ ઈન્સ્ટોલેશનની રીતે) અને આવકમાં ૩૪ ટકા હિસ્સો ધરાવે છે.

મૂડી ખર્ચ : કંપની રૂ.૯૦ કરોડથી રૂ.૧૦૦ કરોડનો મૂડી ખર્ચ અપેક્ષિત છે (જેમાં ડેટ-ઈક્વિટી ૭૦:૩૦ રેશીયો) અને ડેટ પરત ચૂકવણી જવાબદારી રૂ.૩૩ કરોડની છે.

આવક વિગત નાણા વર્ષ ૨૦૨૪ : કંપનીએ કુલ આવકમાંથી સેટેલાઈટ કોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટના વેચાણમાંથી ૧૪ ટકા, સેટેલાઈટ કોમ્યુનિકેશન સર્વિસિઝના વેચાણમાંથી ૬૯ ટકા, ઈક્વિપમેન્ટ રેન્ટલ સર્વિસિઝમાંથી ૪ ટકા , ઈન્સ્ટોલેશન અને અન્ય સર્વિસિઝમાંથી ૧૩ ટકા આવક મેળવી છે.

નાણાકીય વિગત : કંપની ટૂંક સમયમાં વિદેશી કોલોબ્રેશનોમાં ભારતમાં સેટેલાઈટ વાઈફાઈમાં વૈવિધ્યીકરણ કરે એવી શકયતા છે. જે શેરને રૂ.૯૩૫ ભાવે બે વર્ષ માટે ધ્યાનમાં રાખી શકાય.

 (3) R R KABEL LTD.

બીએસઈ (૫૪૩૯૮૧, એનએસઈ (RRKABEL) લિસ્ટેડ રૂ.૫ પેઈડ-અપ, આર. આર. કાબેલ લિમિટેડ(R R KABELIMITED), વર્ષ ૧૯૯૫માં શરૂ થયેલી કંપની કન્ઝયુમર ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટસમાં રેસીડેન્શિયલ, કમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપયોગ માટે પ્રમુખ બે સેગ્મેન્ટ્સ વાયર્સ અને કેબલ્સમાં હાઉસ વાયર્સ, ઈન્ડસ્ટ્રીયલ વાયર્સ, પાવર કેબલ્સ અને સ્પેશ્યલ કેબલ્સ તમ જ એફએમઈજી ફેન્સ, લાઈટિંગ, સ્વિચિઝ અને એપ્લાયન્સિસ સહિતમાં સક્રિય છે.

પ્રોડક્ટ સેગ્મેન્ટ્સમાં (૧) વાયર્સ અને કેબલ્સ : જેમાં હાઉસ વાયર્સ, ઈન્ડસ્ટ્રીયલ વાયર્સ, પાવર કેબલ્સ, કંટ્રોલ કેબલ્સ, સોલાર કેબલ્સ અને સ્પેશ્યલ કેબલ્સ છે. કંપની નાણા વર્ષ ૨૦૨૪ના આંકડા મુજબ ભારતના ઈલેક્ટ્રિકલ ઉદ્યોગમાં ૪૦ ટકા બજાર હિસ્સો ધરાવે છે. (૨) એફએમઈજી : કંપની આ સેગ્મેન્ટમાં રૂમ હિટર, વોટર હીટર, કૂલર અને આર્યન, સ્વિચિઝ અને સ્વિચગીયર પોર્ટફોલિયોમાં મોડયુલર સ્વિચીઝ, એમસીબીઝ અને ડિસ્ટ્રીબ્યુશન બોક્સનો સમાવેશ છે. ફેનમાં સીલિંગ ફેન્સ, ટેબલ-પેડેસ્ટલ ફેન અને એક્ઝોસ્ટ ફેનનો સમાવે છે. લાઈટિંગમાં બલ્બ, પેનલ્સ, સ્ટ્રીટલાઈટ્સ અને ડાઉનલાઈટ્સનો સમાવેશ છે.

નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :

આવક ૧૫ ટકા વધીને રૂ.૭૬૬૯ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૦૭ ટકા થકી ચોખ્ખો નફો ૪.૬૯ ટકા વૃદ્વિએ રૂ.૩૧૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૭.૫૮ હાંસલ કરી છે.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત આવક ૧૭.૩૫ ટકા વૃદ્વિએ રૂ.૯૦૦૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૬૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૫૧૦ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૫.૨૦ અપેક્ષિત છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૫ના રૂ.૧૯૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૨૩૬

ઉદ્યોગના સરેરાશ પી/ઇ સામે આર આર કાબેલ લિમિટેડનો શેર રૂ.૧૩૧૫.૭૦ ભાવે ૨૯ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ  જવાબદાર રહેશે નહીં.

Tags :