For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવા સપ્તાહમાં સેન્સેક્સ 56977 તૂટતાં 56377 જોવાશે

- નિફટી સ્પોટ ૧૬૭૭૭ તૂટતાં ૧૬૫૭૭ જોવાશે

- સેન્સેક્સ ૫૮૩૭૭ અને નિફટી ૧૭૧૧૧ના પ્રતિકારક લેવલ

Updated: Mar 26th, 2023

Article Content Image

મુંબઈ : નાણા વર્ષ ૨૦૨૨-૨૩નો અંત વૈશ્વિક બજારો માટે નવું બેંકિંગ કટોકટીનું સંકટ આવી પડતાં મોટી ઉથલપાથલનો રહ્યો છે. અમેરિકા અને યુરોપના દેશોની બેંકિંગ વ્યવસ્થામાં પડેલા ગાબડાં લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. વૈશ્વિક અર્થતંત્ર માટે એક પછી એક આફતના સમાચારો વૈશ્વિક બજારોમાં અસ્થિરતા હાલના તબક્કે વધી રહી છે. બેંકિંગ સંકટ બાદ સીરિયા પર અમેરિકાના હુમલા અને ચાઈના અને રશિયાની નજદિકી અમેરિકા, યુરોપને ખૂંચવાની અને એના જીઓપોલિટીકલ ટેન્શન વધવાની શકયતા અને યુરોપના દેશોમાં વધુ બેંકો, ફાઈનાન્શિયલ જાયન્ટોની મુશ્કેલી તેમ જ અમેરિકામાં વધુ બેંકો પડી ભાંગવાના અહેવાલોએ ફફડાટ વધતાં વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારોમાં ગત સપ્તાહમાં ફરી પીછેહઠ જોવાઈ છે. જેમાં સરકારે એફ એન્ડ ઓમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ(એસટીટી)માં વધારો કરી નાણા વર્ષના અંતિમ દિવસોમાં સેન્ટીમેન્ટને ડહોળ્યું છે. આ પરિબળો વચ્ચે આગામી નવું નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પડકારરૂપ બની રહેવાની શકયતા છતાં અમેરિકા, યુરોપનું સંકટ એશીયામાં નહીં ફેલાવાના સંજોગોમાં આગામી દિવસોમાં વિદેશી ફંડોનું રોકાણ આકર્ષણ ભારતીય બજારોમાં ફરી વધવાની શકયતા રહેશે. જેથી નવા નાણાકીય વર્ષના આરંભિક દિવસોમાં કરેકશન બાદ ફરી તેજીના મંડાણ થતાં જોવાઈ શકે છે. જે સંજોગોમાં કરેકશનમાં સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં રોકાણની સારી તક મળી રહેશે. માર્ચ વલણના અંત અને નાણા વર્ષ ૨૦૨૨-૨૩ના અંતના આગામી સપ્તાહમાં હજુ મોટી અફડાતફડી સાથે કડાકા બોલાવી સારા શેરોમાં ફંડોનું કોર્નરિંગ વધવાની શકયતા રહેશે. આ સાથે સેન્સેક્સ ૫૮૩૭૭ની પ્રતિકારક સપાટીએ ૫૬૯૭૭ તૂટતાં ૫૬૩૭૭ અને નિફટી સ્પોટ ૧૭૧૧૧ની પ્રતિકારક સપાટીએ ૧૬૭૭૭ તૂટતાં ૧૬૫૭૭ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે :

SHARDA MOTOR INDUSTRIES LTD.

બીએસઈ(૫૩૫૬૦૨), એનએસઈ(SHARDA MOTOR) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, સંપૂર્ણ ડેટ-દેવા મુક્ત, વર્ષ ૧૯૮૬માં સ્થાપાયેલી, IATF16949 : 2016  Certified, Dun & Brad Street 5A 1 Rating, ૭૩.૨૦ ટકા રેલાન ગુ્રપના પ્રમોટર્સ હોલ્ડિંગની, શારદા મોટર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(SHARDA MOTOR INDUSTRIES LTD.) ઓટોમોટીવ ઉદ્યોગમાં લેટેસ્ટ ટેકનીક્સ, ડિઝાઈન, ઈક્વિપમેન્ટ અને આધુનિક મેન્યુફેકચરીંગ સવલતો સાથે એક્ઝોસ્ટ સિસ્ટમ્સ, સસ્પેન્શન સિસ્ટમ્સના મેન્યુફેકચરીંગ અને એસસીએમલ તથા પ્રોકયોરમેન્ટ ક્ષેત્રે અગ્રણી ઓટો-એનસિલિયરી કંપનીઓમાં એક છે. કંપની ભારતમાં ચાર રાજ્યોમાં સાત સ્થળોમાં સાણંદ, પૂના, નાસિક, ચેન્નઈ, હરિદ્વાર સહિતમાં મળીને ૯  મેન્યુફેકચરીંગ પ્લાન્ટ અને એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, ત્રણ સેલ્સ ઓફિસ ધરાવે છે. અત્યાધુનિક મેન્યુફેકચરીંગ સવલતો સાથે સતત નવી પ્રોડક્ટસ ડેવલપ કરવા અને ઈન્નોવેશન અને ટેકનોલોજી અપગ્રેડેશન, રિસર્ચ અને ડેવલપમેન્ટ પર ફોક્સ કરતું શારદા મોટર એક્ઝોસ્ટ સિસ્ટમ, કેટાલિસ્ટિક કન્વર્ટર, ઈન્ડિપેન્ડેન્ટ સસ્પેન્શન, સીટ ફ્રેમ્સ, સીટ કવર્સ(ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ), સોફ્ટ ટોપ કેનોપીઝ  અને પ્રેસ્ડ પાર્ટસમાં વ્હાઈટ ગુડ્ઝ પ્રોડક્ટસના મેન્યુફેકચરીંગમાં માર્કેટ લીડર છે. કંપનીના તેના ઉત્પાદનો પૈકી એક્ઝોસ્ટ સિસ્ટમ, સસ્પેન્શન સિસ્ટમ પેસેન્જર વાહનો, કમર્શિયલ વાહનો, ટ્રેકટર, જનરેટરમાં ઉપયોગ માટે સપ્લાય કરે છે. જ્યારે એસસીએમ-સપ્લાય ચેઈન મેનેજમેન્ટ અને પ્રોક્યોરમેન્ટમાં કંપની સબ સપ્લાયરો થી ઓઈએમઝને સંપૂર્ણ સપ્લાય ચેઈન સવલત પૂરી પાડે છે. આ સાથે કંપની સંપૂર્ણ બેકવર્ડ ઈન્ટીગ્રેશનમાં પોતાની બે ટયુબ મિલ્સ અને  ત્રણ સ્ટેમ્પિંગ પ્લાન્ટો ધરાવે છે. કંપની એક્ઝોસ્ટ સિસ્ટમ્સ માટે ભારતમાં ૩૦ ટકા બજાર હિસ્સો અને અને સસ્પેન્શનમાં ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. કંપની લીથિયમ બેટરીઝના ઉત્પાદન માટે કાઈનેટીક ગ્રીન ઈન્ડિયા સાથે સંયુક્ત સાહસ સ્થાપ્યું છે. ભારતમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં ઈલેક્ટ્રિક વ્હીકલનું બજાર રૂ.૫૦,૦૦૦ કરોડ પહોંચવાનો અંદાજ છે. જેથી આ ક્ષેત્રે તકો વધવાનો અંદાજ છે. 

સબસીડિયરીઓ, સંયુક્સ સાહસો ઃકંપની તેની વિવિધ સબસીડિયરીઓ, હોલ્ડિંગ, એસોસીયેટ, સંયુક્ત સાહસો ધરાવે છે. જેમાં (૧) UDDIPT MOBILITY INDIA PVT LTD.  ૭૪ ટકા હોલ્ડિંગની (૨) EXHAUST TECHNOLOGY PVT LTD. ૫૦ ટકા હોલ્ડિંગની (૩) RELAN INDUSTRIAL FINANCE PVT LTD.  ૪૭.૧૨ ટકા હોલ્ડિંગની છે.

વ્યુહાત્મક ભાગીદારી એકમો :કંપની તેના ત્રણ વ્યુહાત્મક ભાગીદારી એકમોમાં (૧)એક્ઝોસ્ટ સિસ્ટમ માટે  PUREM(અગાઉ Eberspcher તરીકે ઓળખાતી ) GERMANY (૨)ઈવી બેટરીઝ માટે  Kinetic Green, India   લિથિયમ બેટરીઝ(૩)રૂફ સિસ્ટમ્સ માટે  Bestop Inc USA   સમાવેશ છે.

ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૦૪ કરોડ :રૂ.૫૮૮ કરોડની કેશ :કંપની નોન-લિસ્ટેડ સબસીડિયરી સંયુક્ત સાહસમાં રૂ.૪૮ કરોડનું રોકાણ અને મ્યુચ્યુઅલ ફંડોમાં રૂ.૫૬ કરોડનું રોકાણ મળીને કુલ રૂ.૧૦૪ કરોડનું રોકાણ ધરાવે છે.

કંપનીના નાણાકીય વર્ષ ૨૦૨૩ના નવ માસિકના અર્નિંગ કોન્ફરન્સ કોલમાં સીઈઓ આસીમ રેલાને ૩,ફેબુ્રઆરી ૨૦૨૩ના જણાવ્યું હતું કે, (૧) કંપની પાસે કેશ અને કેશ સમકક્ષ રોકાણો અને બેંક બેલેન્સ સહિત ૩૧, ડિસેમ્બર ૨૦૨૨ મુજબ રૂ.૫૮૮ કરોડથી વધુ છે. (૨) કંપની યોગ્ય સમયે નોઈડા પ્રોપર્ટી પ્લાન્ટનું વેચાણ કરશે. (૩) કંપનીયોગ્ય ડિલ, તક મળ્યે મર્જર, ટેકઓવર અને એક્વિઝિશન્સ કરવાનું વિચારશે અને કંપની શેરધારકોને સારૂ વળતર જાળવશે.

પ્રમુખ ગ્રાહકો :કંપનીના પ્રમુખ ગ્રાહકોમાં મહિન્દ્રા, ટાટા, કયુમિન્સ, ટેફે, મેગ્ના, એસએમએલ આઈસુઝુ, નિશાાન, એસ્કોર્ટસ, માન, આઈસુઝુ, ફોર્સ મોટર્સ, અશોક લેલેન્ડ, કુબોટા સહિતનો સમાવેશ છે.

શેર હોલ્ડિંગ પેટર્ન :રેલાન ગુ્રપ હસ્તક ૭૩.૨૦ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, ફોરેન પોર્ટફોલિયોે ઈન્વેસ્ટરો પાસે ૦.૭૭ ટકા, વિબગ્યોર ઈન્વેસ્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા. લિ. પાસે ૧.૧૮ ટકા, બ્રહ્મ અરેન્જા પાસે ૧.૦૨ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડી ધારકો પાસે ૧૪.૨૫ ટકા હોલ્ડિંગ છે. 

 બુક વેલ્યુ :માર્ચ ૨૦૨૨ના રૂ.૧૯૨.૭૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૩ના રૂ.૨૫૯.૮૧

નાણાકીય પરિણામો ઃ

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ :કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખી આવક ૩૦ ટકા વધીને રૂ.૨૨૮૫  કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૨ ટકા થકી ચોખ્ખો નફો ૧૨૩ ટકા વધીને રૂ.૧૪૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક(ઈપીએસ) રૂ.૫૦.૧૯ હાંસલ કરી છે.

(૨) નવ માસિક એપ્રિલ ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ :નવમાસિક ચોખ્ખી આવક ૨૩ ટકા વધીને રૂ.૨૦૩૯.૮૦  કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૨ ટકા થકી ચોખ્ખો નફો વધીને રૂ.૧૪૬.૭૫ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક-ઈપીએસ રૂ.૪૯.૨૦ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૩ :અપેક્ષિત ચોખ્ખી આવક ૧૫  ટકા વૃદ્વિએ રૂ.૭૧૯.૮૭ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન ૭.૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૫૩.૨૭ કરોડ મેળવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૧૭.૯૧ અપેક્ષિત છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ :અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૭૫૯.૬૭ કરોડ મેળવી એનપીએમ ૭.૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૯૯.૫૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૬૭.૧૧ અપેક્ષિત છે. 

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ-ઈન્વેસ્ટમેન્ટ  એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૬૭.૧૧ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૫૯.૮૧ સામે રૂ.૨ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૫૮૦.૬૦ ભાવે ઉદ્યોગના સરેરાશ ૩૦.૪૯ના પી/ઇ સામે માત્ર ૮.૬૫ના પી/ઈએ ઉપલબ્ધ છે.


Gujarat