Get The App

સિંગદાણામાં દેશવ્યાપી આવકો વધી પાંચ લાખ ગુણી થશે

- સિંગતેલ તથા સિંગખોળના ભાવમાં થયેલો સતત ઘટાડો

- વિશ્વબજારમાં કોટન, સોયાબીન તથા સોયાતેલના ભાવ ઉછળ્યા

Updated: Jan 18th, 2020

GS TEAM

Google News
Google News
સિંગદાણામાં દેશવ્યાપી આવકો વધી પાંચ લાખ ગુણી થશે 1 - image

મુંબઈ, તા. 18 જાન્યુઆરી 2020, શનિવાર

મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી રહી હતી. પામતેલમાં હવાલા- રિસેલમાં ૧૦ કિલોના રૂ.૮૪૫ના મથાળે માંડ ૪૦થી ૫૦ ટનના વેપાર થયા હતા જ્યારે રિફાઈનરીઓના ડાયરેક્ટ ડિલીવરીના ભાવ ઉંચા રહ્યા હતા. કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની આયાત જકાત ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં વધારો કર્યા પછી આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર ઘટાડયા હતા. આમ ટેરીફ વધ્યા પછી ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી હતી પરંતુ ત્યારબાદ ડોલરના કસ્ટમ એક્સચેન્જ દરમાં ઘટાડો થતાં આયાત પડતર ફરી નીચી ઉતરી હતી. 

મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૮૫૦ જ્યારે જેએનપીટીના રૂ.૮૪૫ રહ્યા હતા. ક્રુડ પામ ઓઈળ સીપીઓ કંડલાના ભાવ ગબડી રૂ.૭૮૮ બોલાયા હતા. સીપીઓ વાયદાના ભાવ ફેબુ્રઆરીના શુક્રવારે રૂ.૮૦૨.૪૦ રહ્યા પછી ગબડી રૂ.૭૭૫.૧૦ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે રૂ.૭૮૭.૪૦ રહ્યા હતા જ્યારે સોયાતેલ વાયદાના ભાવ શુક્રવારે ઉંચાાં રૂ.૮૯૩ તથા નીચામાં રૂ.૮૭૧.૨૦ રહ્યા પછી છેલ્લે ભાવ રૂ.૮૮૦.૪૦ રહ્યા હતા.

વિશ્વબજારમાં અમેરિકા- શિકાગો બજારમાં ઓવરનાઈટ ટ્રેન્ડમાં સોયાતેલ વાયદો ૨૮થી ૩૨ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો જ્યારે સોયાબીનનો વાયદો ૫૨થી ૫૬ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૧૦૩, ૧૦૦ તથા ૯૮ પોઈન્ટ ઉછળ્યાના સમાચાર હતા. ચીન તથા અમેરિકા વચ્ચેના વેપાર કરારના પગલે અમેરિકાના કૃષી બજારોમાં ચીનની માગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૧૪૦ વાળા રૂ.૧૧૩૦ રહ્યા હતા. 

મથકો નરમ હતા. રાજકોટ બાજુ ભાવ ઘટી રૂ.૧૦૭૫થી ૧૧૦૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૭૩૦થી ૧૭૪૦ રહ્યા હતા. ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ રૂ.૮૩૨થી ૮૩૭ વાળા ઘટી રૂ.૮૨૫થી ૮૩૩ રહ્યા હતા. જ્યારે મુંબઈ બજારમાં આજે કપાસીયા તેલના ભાવ રૂ.૮૮૮ બોલાઈ રહ્યા હતા. સિંગદાણા બજારના જાણકારોના જણાવ્યા મુજબ દેશમાં હાલ ઓલ ઈન્ડિયા ધોરણે દૈનિક સરેરાશ આવકો ચારથી સાડા ચાર લાખ ગુણી આવી રહી છે તે હવે આવતા સપ્તાહમાં વધીને પાંચ લાખ ગુણી થવાની શક્યતા છે.

આંધ્ર પ્રદેશમાં અમુક જીલ્લાઓમાં શિયાળુ પાકની નવી આવકો હવે શરૂ થશે એ જોતાં આગળ ઉપર આવકો ઉંચી જવાની આશા જાણકારો બતાવતા હતા. હાલ દેશમાં રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક તથા મધ્ય- પ્રદેશના સિંગદાણા બજારોમાં આવી રહ્યા છે તથા હવે આંધ્રની આવકો પણ વધવાની ગણતરી બજારમાં બતાવાઈ રહી હતી. દરમિયાન, મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૩૦ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૫૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૮૦થી ૯૮૦ રહ્યાના સમાચાર હતા.

મુંબઈ બજારમાં આજે સોયાતેલના હાજર ભાવ ડિગમના રૂ.૮૮૦ તથા રિફાઈન્ડના રૂ.૯૦૦ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ ઘટી રૂ.૮૮૦ તથા રિફાઈન્ડના રૂ.૯૦૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૯૨૦ તથા કોપરેલના રૂ.૧૪૦૦ બોલાતા હતા. રાઈસ બ્રાનના ભાવ રૂ.૮૨૦ રહ્યા હતા. 

દરમિયાન, દિવેલના હાજર ભાવ આજે રૂ.ચાર વધી આવ્યા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૪૧૮૫ વાળા  રૂ.૪૨૦૫ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સિંગખોળના ભાવ ટનના રૂ.૫૦૦ ઘટી રૂ.૨૭૦૦૦ રહ્યા હતા જ્યારે સનફલાવર ખોળના ભાવ રૂ.૨૨૦૦૦ વાળા રૂ.૨૧૦૦૦ બોલાઈ રહ્યા હતા. જોકે અન્ય ખોળો શાંત હતા. 

ભારતમાં ૨૦૧૯-૨૦ના વર્ષમાં પામતેલની કુલ આયાતમાં આશરે ૧૧ ટકાનો ઘટાડો થવાનો અંદાજ બજારમાં બતાવાઈ રહ્યો હતો. દરમિયાન, મધ્ય- પ્રદેશ ખાતે આજે સોયાબીનની આવકો આશરે ૭૦ હજાર ગુણી આવી હતી તથા મથકોએ હાજર ભાવ રૂ.૪૧૫૦થી ૪૩૦૦ રહ્યા હતા. જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૭૬૦થી ૭૬૫ તથા રિફાઈન્ડના રૂ.૮૯૫થી ૯૦૦ રહ્યા હતા.

Tags :