Get The App

અમેરિકાથી ખબર આવતા જ ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી રોકેટ બન્યાં!

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાથી ખબર આવતા જ ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી રોકેટ બન્યાં! 1 - image


Indian Stock Market : ભારતીય શેરબજારમાં આજે બુધવારે ખરીદીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે અને બજાર ઓલ-ટાઇમ હાઈની નજીક પહોંચી ગયું છે. સેન્સેક્સ 720 પોઈન્ટના ઉછાળા સાથે 85,300ની સપાટીને પાર કરી ગયો છે, જ્યારે નિફ્ટી 227 પોઈન્ટના વધારા સાથે 26,112 પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં પણ 628 પોઈન્ટથી વધુનો મજબૂત ઉછાળો નોંધાયો છે.

બજારમાં તેજી પાછળનું કારણ શું? 

બજારમાં આવેલી આ શાનદાર તેજી પાછળ વૈશ્વિક બજારોનો મજબૂત સંકેત મુખ્ય કારણ છે. વૈશ્વિક બજારોમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં રિટેલ વેચાણ અને ગ્રાહક વિશ્વાસ જેવા આર્થિક ડેટા નબળા આવતા, એવી આશા વધી છે કે યુએસ ફેડરલ રિઝર્વ બેંક ડિસેમ્બર 2025માં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. આ સકારાત્મક સંકેતને કારણે અમેરિકાથી લઈને એશિયન બજારો સુધી તેજીનો માહોલ છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.

તમામ સેક્ટરમાં હરિયાળી 

આજના કારોબારમાં ઘરેલુ બજારના તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. સૌથી વધુ તેજી ઓટો, મેટલ, પીએસયુ બેંક, ફાર્મા અને કન્ઝ્યુમર સેક્ટરમાં જોવા મળી રહી છે. BSEના ટોચના 30 શેરોમાંથી માત્ર ભારતી એરટેલના શેરમાં 2 ટકાનો ઘટાડો છે, જ્યારે બાકીના તમામ 29 શેર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક અને ટાટા મોટર્સના શેરમાં 2 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.

રોકાણકારોને થઈ બમ્પર કમાણી

બજારની આ તેજીમાં રોકાણકારોની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે. 25 નવેમ્બરે બીએસઈનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 469.41 લાખ કરોડ રૂપિયા હતું, જે આજે વધીને 473.65 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આનો અર્થ એ છે કે માત્ર આજના ટ્રેડિંગ સેશનમાં જ રોકાણકારોની સંપત્તિમાં 4.24 લાખ કરોડ રૂપિયાનો જંગી વધારો થયો છે.

આ શેરોમાં જોવા મળ્યો સૌથી વધુ ઉછાળો

Best Agrolife: શેર આજે 16% ઉછળીને ₹350.25 પર પહોંચ્યો.

Igarashi Motors India: શેરમાં 17%ની તેજી આવી અને તે ₹512.40 પર ટ્રેડ કરી રહ્યો હતો.

Rusel Tech: શેરમાં 11%નો ઉછાળો નોંધાયો અને તે ₹769.20 પર હતો.

Lloyds Metals: શેર 5% વધીને ₹1,240.90 પર પહોંચ્યો.

SAIL: શેર 4%ના વધારા સાથે ₹136 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ સિવાય ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં 7%, રિલાયન્સ પાવરમાં 6% અને નેટકો ફાર્માના શેરમાં 7%ની તેજી જોવા મળી.

Tags :