વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ
- સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક સંયુકત પીએમઆઈ વધી ૬૦ની ઉપર પહોંચ્યો
મુંબઈ : ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈને પરિણામે વર્તમાન મહિનામાં દેશની એકંદર વેપાર પ્રવૃત્તિમાં વધારો થયો હોવાનું ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો એચએસબીસી પ્રારંભિક સંયુકત ઈન્ડેકસ પરથી જણાય છે.
એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ પીએમઆઈ આઉટપુટ ઈન્ડેકસ જે જૂનમાં ૫૮.૪૦ હતો તે જુલાઈમાં વધી ૬૦.૭૦ પહોંચી ગયો છે.
એકંદર વેચાણમાં વધારો, નિકાસ ઓર્ડરોમાં મજબૂતાઈ તથા ઉત્પાદનના ઊંચા સ્તરને પરિણામે સંયુકત પરચેઝિંગ ંમેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ)માં વધારો જોવા મળ્યો છે. આ ત્રણેય ગણિતોમાં સેવા ક્ષેત્ર કરતા ઉત્પાદન ક્ષેત્રની કામગીરી જોરદાર રહી હોવાનું તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. બીજી બાજુ ફુગાવાજન્ય દબાણ સતત વધી રહ્યું છે અને કાચામાલના ખર્ચ તથા ઉત્પાદનના દરો જુલાઈમાં ઊંચે ગયા છે. વેપાર વિશ્વાસ પણ માર્ચ ૨૦૨૩ બાદની નીચી સપાટીએ પહોેચી ગયો છે, જ્યારે રોજગાર વૃદ્ધિ નરમ પડી પંદર મહિનાની નીચી સપાટીએ રહી છે.
ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ જે જૂનમાં ૫૮.૪૦ રહ્યો હતો તે જુલાઈમાં વધી ૫૯.૨૦ રહ્યો હતો. જે સાડાસતર વર્ષની ઊંચી સપાટીએ છે. બીજી બાજુ સેવા ક્ષેત્રનો પીએમઆઈ જે જૂનમાં ૬૦.૪૦ હતો તે જુલાઈમાં ઘટી ૫૯.૮૦ જોવા મળી રહ્યો છે.
ભારતની સેવાઓ માટે વિદેશમાંથી માગ વધી રહી હોવાનું સર્વમાં ભાગ લેનારા સેવા ક્ષેત્રની કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.