Get The App

ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આ યોજના હેઠળ મળશે લાભ, જાણો કેવી રીતે કરી શકો છો અરજી

નવા કૃષિ વ્યવસાય શરૂ કરવા ખેડૂતોને નાણાકીય મદદ કરવામાં આવશે

સરકારનો વર્ષ 2023-24 સુધીમાં 10 હજાર FPO બનાવવાનો લક્ષ્ય

Updated: Mar 25th, 2023

GS TEAM


Google News
Google News
ખેડૂતોને સરકાર આપશે 15 લાખ રૂપિયા, આ યોજના હેઠળ મળશે લાભ, જાણો કેવી રીતે કરી શકો છો અરજી 1 - image
Image : Pixabay

અમદાવાદ, 25 માર્ચ 2023, શનિવાર

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં સતત વધારો કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેમાની પીએમ કિસાન એફપીઓ યોજના એક છે. આ યોજના હેઠળ સરકાર નવા કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે દેશભરના ખેડૂતોને 15 લાખ રૂપિયાની નાણાકીય મદદ કરે છે. પીએમ કિસાન એફપીઓ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આત્મનિર્ભર બનાવીને આર્થિક સંકટમાંથી રાહત આપવાનો છે.

પીએમ કિસાન એફપીઓ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની(FPO)નું ગઠન કરવું પડશે, જેમાં ઓછામાં ઓછા 11 ખેડૂતો હોવા જોઈએ. પીએમ કિસાનના લાભાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે. તેના દ્વારા ખેડૂતો ખેતીથી સંબંધિત સાધનો અથવા ખાતર, દવાઓ અને બિયારણ જેવી વસ્તુઓ ખરીદી શકશે. વર્ષ 2023-24 સુધીમાં સરકારનો 10 હજાર FPO બનાવવાનો લક્ષ્ય છે.

આ રીતે કરી શકો છો અરજી

1. પીએમ કિસાન એફપીઓ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનનું રજીસ્ટ્રેશન કરવાવું પડશે.

2. આ માટે ખેડૂતોને www.enam.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

3. આ સિવાય કિસાન ઈ-નામ મોબાઈલ એપના માધ્યમથી પણ એફપીઓનું રજીસ્ટ્રેશન કરવી શકે છે.

4. જો તમે ઈચ્છો તો નજીકની ઈ-નામ મંડી જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

આ દસ્તાવેજોની પડશે જરૂર

રજીસ્ટ્રેશન માટે એફપીઓના મેનેજિંગ ડિરેક્ટર અથવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અથવા મેનેજરનું નામ, સરનામું, ઈ-મેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર આપવાનો રહેશે. આ સાથે જ આને લગતા દસ્તાવેજો આપવાના રહેશે. આ સિવાય એફપીઓના ટોચના અધિકારીની બેંકની વિગતો પણ આપવી પડશે. આ વિગતોમાં બેંકનું નામ, શાખા, એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડનો સમાવેશ થાય છે.

Tags :