વર્તમાન નાણાં વર્ષનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ રૃ. 50000 કરોડથી ચૂકી જવા સંભાવના
- એર ઈન્ડિયા સહિતના કેટલાક ઉપક્રમોના વેચાણ પૂર્ણ ાૃથવાનું મુશ્કેેલ
મુંબઈ, તા. 26 ડિસેમ્બર 2019, ગુરૃવાર
એર ઈન્ડિયા, બીપીસીએલ તથા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (કોન્કોર)નું ખાનગીકરણ માર્ચ ૨૦૨૦ પહેલા સમાપ્ત થવાની શકયતા જણાતી નહીં હોવાથી નાણાં વર્ષ ૨૦૨૦નો ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ રૃપિયા ૫૦,૦૦૦ કરોડ જેટલો નીચો સિદ્ધ થવાની વકી છે.
વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૃપિયા ૧.૦૫ લાખ કરોડ ઊભા કરવાની સરકારે યોજના બનાવી છે. જો કે આમાંથી અત્યારસુધી રૃપિયા ૧૭૩૬૪ કરોડ જ ઊભા કરી શકાયા છે. કેટલીક સરકારી કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ માર્ચ ૨૦૨૦ સુધીમાં પૂરા થવાની શકયતા નહીં હોવાથી સરકારને ટાર્ગેટમાં રૃપિયા ૪૫૦૦૦થી રૃપિયા ૫૦,૦૦૦ કરોડની તૂટ પડવા ધારણાં છે.
આ તૂટને કારણે નાણાંકીય વર્ષના અંતે રાજકોષિય ખાધ જીડીપીના ૩.૩૦ ટકા સુધી સીમિત રાખવાનું સરકાર માટે મુશકેલ બની શકે છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. જે કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે સરકાર યોજના ધરાવે છે તે કંપનીઓમાં નાણાં રોકવા રોકાણકારો આતુર હોવાનું પણ જણાય રહ્યું છે. વર્ષના અંત પહેલા કદાચ સોદા થઈ પણ જાય પરંતુ સરકારની તિજોરીમાં માર્ચના અંત પહેલા નાણાં આવવાની શકયતા ઓછી છે.
સરકારે એર ઈન્ડિયામાં તેના સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા હિસ્સાનું વેચાણ કરવાની યોજના બનાવી છે. બીપીસીએલમાં ૫૩.૨૯ ટકા અને કોન્કોરમાં ૫૪.૮૦ ટકામાંથી ૩૦.૮૦ ટકા હિસ્સાનું સરકાર વેચાણ કરવા ધારે છે.હિસ્સાની ખરીદી કરતા પહેલા સૂચિત ખરીદદારો યોગ્ય તપાસ કરી લેવા માટે પૂરતો સમય માગે તેવી સંભાવના રહેલી છે.
સેબીની માર્ગદર્શિકા પ્રમાણે લિસ્ટેડ કંપનીઓના હિસ્સાના વેચાણમાં માઈનોરિટી શેરહોલ્ડરો માટે ઓપન ઓફર આપવાની ફરજ પડશે તો ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં દોઢ મહિના સુધીની ઢીલ થઈ શકે છે એમ પણ એનાલિસ્ટે ઉમેર્યું હતું.સફળ બિડરે કોમ્પિટિશન કમિશનની પરવાનગી પણ લેવાની રહે છે. જો કે સોદા થવાના કિસ્સામાં સરકાર પોતાના ચોપડામાં અપેક્ષિત આવક દર્શાવી શકે છે.