વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં તેજીનો પવન: વાયદા બજાર પણ ઉછળી
- વિશ્વ બજારમાં ભાવ ઉંચકાયા : ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર વિષયક આશાવાદ ફરી વધતાં અજંપો દૂર થયો
- એરંડા હાજર તથા વાયદા બજારમાં સામસામા રાહ
મુંબઈ, તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલની આગેવાની હેઠળ આયાતી ખાદ્યતેલોમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. સિંગતેલ તથા કપાસિયા તેલના ભાવ પણ વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. મલેશિયામાં પામતેલનો વાયદો વધી છેલ્લે ૫૪, ૨૯, ૨૪ તથા ૧૯ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોેડકટના ભવા અઢી ડોલર ઉંચા બોલાઈ રહ્યા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૩થી ૪ પોઈન્ટ પ્લસમાં રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે ૧૭થી ૧૮ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા.
ઘરઆંગણે આજે મુંબઈ બજારમાં હાજરમાં ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના વધી રૂ.૭૭૦ તથા જેએનપીટીના રૂ.૭૬૮ ડાયરેકટ ડિલીવરીમાં આજે ડિસેમ્બર ડિલીવરી માટે ૭૬૮થી ૭૬૯માં આશરે ૩૦૦થી ૪૦૦ ટનનાં વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૬૮૩ વાળા ઉછળી રૂ.૬૮૮ રહ્યા હતા. જ્યારે વાયદા બજારમાં આજે સાંજે ભાવ સીપીઓના રૂ.૬૮૮ તથા સોયાતેલ વાયદાના ભાવ રૂ.૮૨૯ બોલાઈ રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે સોયાતેલના ભાવ ડિગમના વધી રૂ.૭૯૫થી ૮૦૦ તથા રિફા.ના રૂ.૮૧૫ રહ્યા હતા જ્યારે સનફલાવર ભાવ વધી રૂ.૭૯૫ તથા રિફા.ના રૂ.૮૩૫ રહ્યા હતા. સિંગતેલના હાજર ભાવ વધી ૧૦ કિલોના રૂ.૧૦૩૦ રહ્યા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ વધી રૂ.૧૦૧૦ તથા ૧૫ કિલોના રૂ.૧૬૦૦થી ૧૬૩૦ રહ્યા હતા. ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૭૭૫થી ૭૭૮ તથા મુંબઈ બજારમાં આજે કપાસિયા તેલના ભાવ વધી રૂ.૮૨૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ વધી રૂ.૮૬૦ રહ્યા હતા. જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૩૦૦ બોલાતા હતા. દરમિયાન, દિવેલના ભાવ આજે ૧૦ કિલોના રૂ.૮ ઘટયા હતા જ્યારે મુંબઈ એરંડાના હાજર ભાવ રૂ.૪૧૧૫ વાળા રૂ.૪૦૭૫ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવ ટનના રૂ.૩૩૯૧૦થી ૩૩૯૧૫ વાળા રૂ.૩૩૭૦૦થી ૩૩૭૧૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે અન્ય ખોળો શાંત હતા.
દરમિયાન, એરંડા વાયદા બજારમાં આજે સાંજે ડિસેમ્બર વાયદાના ભાવ જાન્યુઆરીના ભાવ રૂ.૫૬ તથા ફેબુ્ર.ના ભાવ રૂ.૨૦ ઉંચા બોલાઈ રહ્યા હતા. સીપીઓ વાયદાના ભાવ સાંજે રૂ.૬.૧૦થી ૭.૫૦ ઉંચા રહ્યા હતા. જ્યારે સોયાતેલ વાયદાના ભાવ સાંજે રૂ.૩.૮૦થી ૬.૨૦ ઉંચા રહ્યા હતા. અમેરિકામાં શિકાગો તથા ન્યુયોર્ક વાયદા બજારમાં આજે પ્રોજેકશનમાં સાંજે ભાવ સોયાખોળ, સોયાબીન તથા કોટનના પ્લસમાં બોલાઈ રહ્યાના સમાચાર હતા.
વિશ્વ બજારના સમાચાર મુજબ ચીન તથા અમેરિકા વેપાર કરાર કરવા ફરી નજીક આવી રહ્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે આજે સોયાબીનની આવકો દેશવ્યે ૩.૧૦થી ૩.૨૦ લાખ ગુણી નોંધાઈ હતી તથા ત્યાં હાજર ભાવ રૂ.૩૭૦૦થી ૪૦૦૦ રહ્યા હતા. ત્યાં સોયાતેલના ભાવ રૂ.૭૮૦થી ૭૯૦ તથા રિફા.ના રૂ.૮૨૦થી ૮૨૮ રહ્યા હતા.
વિશ્વ બજારમાં પામતેલ તથા સોયાતેલના ભાવ વચ્ચેનો તફાવત તાજેતરમાં નોંધપાત્ર ઘટયાના સમાચાર હતા. આવો તફાવત અગાઉ ૧૩૫થી ૧૪૦ ડોલર રહેતો હતો તે હવે ૪૦ ડોલર તથા ફોરવર્ડમાં માત્ર ૨૦ ડોલર જેટલો બોલાતો થયો છે.