ટેરિફ વધારાથી ટેલિકોમ ઓપરેટરોની નાણાંકીય સ્થિતિ સુધરવાની આશા
- નબળી નાણાં સિૃથતિને પરિણામે બેન્કો કંપનીઓને નાણાં ાૃધીરવાનું ટાળી રહી છે
નવી દિલ્હી, તા. 03 ડિસેમ્બર 2019, મંગળવાર
મોબાઈલ ઓપરેટરોના એસોસિએશન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ)એ દાવો કર્યો છે કે, ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફમાં કરાયેલા વધારાથી તેમની નાણાંકીય તંદૂરસ્તીમાં સુધારો થવા ઉપરાંત બોરોઈંગ ક્ષમતામાં પણ વધારો થશે. એટલું જ નહીં સરકારની એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) મારફતની આવકમાં વધારો થશે એવો પણ દાવો કરાયો છે.
ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન (ડોટ)ને લખેલા પત્રમાં સીઓએઆઈએ જણાવ્યું હતું કે, અત્યારસુધી ટેલ્કો ટેરિફસમાં ઘટાડો કરતી આવી છે પરંતુ મોટાભાગની મોબાઈલ ઓપરેટર કંપનીઓની નાણાંકીય સ્થિતિ લથડતી જતા તેમણે ટેરિફ્સમાં વધારો કરવાની ફરજ પડી છે.
સ્પેક્ટ્રમની ખરીદી માટે કરાયેલા દેવાની ચૂકવણી કરવાનું અશકય બનતા કંપનીઓએ ટેરિફ્સમાં વધારો કરવાનું જરૂરી બની ગયું હતું. આ ઉપરાંત, ભારે સ્પર્ધાને કારણે ટેરિફસ એટલા નીચે ગયા હતા કે જે વ્યવહારુ સ્તરે નહોતા અને કંપનીઓના નફામાં વ્યાપક ગાબડા પડયા હતા અને કયારેક તો કંપનીઓએ ખોટ કર્યાના પણ ઉદાહરણ છે.
ટેલિકોમ ઓપરેટરોની નબળી નાણાંકીય સ્થિતિને કારણે બેન્કો પણ તેમને નાણાં ધીરવાથી દૂર રહે છે. આને કારણે કંપનીઓ પોતાની વર્કિંગ કેપિટલની આવશ્યકતા પૂરી કરી શકતી નહોતી અને દેવાની ભરપાઈ કરવામાં ઢીલ થઈ રહી છે.
એજીઆર મુદ્દે સરકાર સામેના કેસમાં ટેલિકોમ ઓપરેટરો હારી જતાં તેમણે સરકારને જંગી રકમ ચૂકવવાની આવે છે. સરકારે આ ચૂકવણી માટે બે વર્ષનો મોરેટોરિઅમ ગાળો આપ્યો છે. ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફસમાં ચાલીસ ટકા સુધીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.
વેપારમાં ટકી રહેવા માટે આટલો વધારો જરૂરી હતો એમ પણ બચાવ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન સરકાર દ્વારા દાવો કરાયો છ ેકે, ટેરિફમાં વધારાથી ગ્રાહકોને ફટકો નહીં પડે. ડેટા અને વોઈસ કોલ્સ વિશ્વમાં સૌથી સસ્તા છે અને ચાર વર્ષ પહેલા જે દર હતા તેના કરતા પણ નવા દર નીચા છે.