TCSનો બાયબેક રેશિયો જાહેર, જાણો ટેન્ડર કરેલ શેરમાંથી કેટલા શેર કંપની સ્વીકારશે ?
25મી માર્ચ, 2022 શુક્રવાર
અમદાવાદ : ભારતના ઈતિહાસના સૌથી મોટા બાયબેક TCSમાં આજે કંપનીએ બાયબેક રેશિયો જાહેર કર્યો છે. કંપનીએ આજે ટેન્ડર કરેલ શેરમાંથી બાયબેકમાં કેટલા સ્વીકારશે તેનો રેશિયો જાહેર કર્યો છે.
રૂ.18,000 કરોડના બાયબેક અંગે ટાટા કન્સલટન્સી
સર્વિસિસે એક નિવેદનમાં કહ્યું કે રિટેલ સેગમેન્ટમાંથી 50 શેર જો ટેન્ડર કર્યા હશે
તો 13 શેર કંપની બાયબેક પ્રક્રિયામાં સ્વીકારશે. આ સિવાય ટેન્ડર કરવામાં આવેશ શેર
એટલેકે ન સ્વીકારવામાં આવેલ શેર 28મી માર્ચ સુધી મુક્ત કરવામાં આવશે તેમ કંપનીએ
ઉમેર્યું છે.
TCSએ કહ્યું કે જે શેરધારકોએ આ બાયબેકમાં 1 શેર ઓફર કર્યો તેવા તમામ
રોકાણકારોના શેર સ્વીકારવામાં આવ્યા છે. કંપનીએ સ્વીકારેલ શેર બાયબેક પ્રાઈસ સાથે
કુલ રકમ શેર રીલિઝના દિવસે જ બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
આ સાથે TCSએ બાબબેક પ્રક્રિયા બંધ કરવાની એટલેકે બુક
ક્લોઝરની પણ જાહેરાત કરી છે. આ અગાઉ બાયબેક બુક ક્લોઝરની તારીખ 30મી માર્ચ હતી અને
સેટલમેન્ટ તારીખ 31મી માર્ચ હતી જે હવે સુધારીને 28મી માર્ચ કરવામાં આવી છે.