Get The App

TATA સ્ટીલ બચાવશે બ્રિટીશરોની નોકરી ! UKના પીએમ ઋષિ સુનક સાથે 1.25 બિલિયન પાઉન્ડની ડીલ કરી

TATA સ્ટીલ અને UK સ્ટીલ દ્વારા શુક્રવારે 1.25 બિલિયન પાઉન્ડનું જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ પેકેજ સાઈન કરવામાં આવ્યું

Updated: Sep 18th, 2023

GS TEAM


Google News
Google News
TATA સ્ટીલ બચાવશે બ્રિટીશરોની નોકરી ! UKના પીએમ ઋષિ સુનક સાથે 1.25 બિલિયન પાઉન્ડની ડીલ કરી 1 - image


ભારતની કંપની TATA સ્ટીલ અને બ્રિટિશ સરકાર વચ્ચે શુક્રવારે એક ડીલ થઇ હતી. UK ના પીએમ ઋષિ સુનકે આડીલ બાબતે 1.25 બિલિયન પાઉન્ડના રોકાણ પેકેજની જાહેરાત કરી હતી. આ ડીલ પોર્ટ ટેલબોટ પ્લાન્ટમાં કોલસા આધારિત સ્ટીલ ઉત્પાદનને ઓછા કાર્બન  ઉત્સર્જનવાળી ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં બદલવા માટે કરવા માટે કરવામાં આવ્યો છે.

યુકેના પીએમ ઋષિ સુનકે આ અને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ડીલ હજારો બ્રિટિશ નોકરીઓને બચાવશે અને વેલ્સમાં સ્ટીલ ઉદ્યોગનું ભવિષ્ય સુરક્ષિત કરશે. તેઓએ UK સ્ટીલ માટે શુક્રવારના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો, આ ઉપરાંત તે TATA સ્ટીલ સાથે 1 બિલિયન પાઉન્ડના રોકાણની સંમતિ અંગે પણ જણાવ્યું હતું.  

નોકરીઓ સાથે ઉત્પાદન વધશે

બ્રિટનના પીએમએ કહ્યું કે આ ડીલથી માત્ર નોકરીઓ જ નહીં બચશે પરંતુ ઉત્પાદનનું આધુનિકીકરણ પણ થશે. ઉપરાંત, આનાથી અર્થતંત્રને પણ વેગ મળશે. નોંધનીય છે કે UKની અર્થવ્યવસ્થા વિશ્વમાં 8મા ક્રમે છે અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સતત આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે.

બ્રિટન માટે ઐતિહાસિક ક્ષણ?

યુકેના નાણા મંત્રી જેરેમી હંટે જણાવ્યું હતું કે TATA સ્ટીલના UK સાથેનું આ 1.25  બિલિયન પાઉન્ડના જોઈન્ટ રોકાણ એ UKના ઉત્પાદન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ છે.

બ્રિટિશ સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ બિઝનેસ એન્ડ ટ્રેડનો દાવો

સાઉથ વેલ્સમાં સ્થિત આ સ્ટીલ ફેક્ટરીમાં 8,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ ઉપરાંત લગભગ 12,500 લોકો સપ્લાય ચેઇનમાં કાર્યરત છે અને આ ડીલના કારણે 5,000થી વધુ લોકોની નોકરીઓ બચાવી શકાશે તેવો બ્રિટિશ સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ બિઝનેસ એન્ડ ટ્રેડે દાવો કર્યો છે.

બંને વચ્ચે શું કરાર થયો?

કરારની શરતો અનુસાર, જ્યારે UK સરકાર 500 મિલિયન પાઉન્ડ સુધીની ગ્રાન્ટ આપશે, ત્યારે TATA સ્ટીલ તેના આંતરિક સંસાધનોમાંથી અંદાજે 700 મિલિયન પાઉન્ડનું રોકાણ આગામી ચાર મહિનામાં પોર્ટ  ટેલબોટમાં બાંધવામાં આવનાર સ્ટીલ ઉત્પાદન સુવિધામાં કરશે. જેમાં કંપની ટેલબોટ ખાતે 3 મિલિયન ટનનું EAF સ્થાપવાનું આયોજન કરી રહી છે. નોંધનીય છે કે પોર્ટ ટેલબોટ સ્ટીલવર્કસ UKનું સૌથી મોટું કાર્બન ઉત્સર્જક છે જેથી UK સરકાર ગંદી બ્લાસ્ટ ફર્નેસને બદલવાનું વિચારી રહી છે.


Tags :