World EV Day : ટિયાગોનું ઇલેક્ટ્રિક વર્ઝન લાવશે ટાટા મોટર્સ, હશે દેશની સૌથી સસ્તી EV કાર
અમદાવાદ,તા.9 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
ભારતમાં ઈલેકટ્રિક વાહનોનું બજાર દિવસે દિવસે ગરમ થઈ રહ્યું છે. વૈશ્વિક ઈવી દિવસ નિમિત્તે દેશની સૌથી મોટી ઈવી કાર ઉત્પાદક કંપની ટાટા મોટર્સે દેશની સૌથી સસ્તી ઈલેટ્રિક કાર લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
સ્થાનિક ઓટોમેકર ટાટા મોટર્સ આ મહિનાના અંતમાં ફ્લેગશીપ કાર ટિયાગોનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરશે. Tata Motorsએ શુક્રવારે વર્લ્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ ડે પર જણાવ્યું હતું કે Tiago EV નેક્સોન અને ટિગોર પછી ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં કંપનીની ત્રીજી પ્રોડક્ટ હશે. ટાટા મોટર્સનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં 10 ઇલેક્ટ્રિક મોડલ રજૂ કરવાનું છે.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, "આજનો દિવસ અમારા માટે મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમે Tiago EV સાથે અમારા EV સેગમેન્ટના વિસ્તરણની જાહેરાત કરીએ છીએ. દેશની સૌથી આ ઈવી કાર આ મહિનાના અંતે બજારમાં ઉતારવામાં આવશે.
કંપની આગામી અઠવાડિયામાં Tiago EVની કિંમત અને અન્ય સ્પષ્ટીકરણો જાહેર કરવાની યોજના બનાવી રહી છે. જોકે બજાર અંદાજ અનુસાર 12.5 લાખની આસપાર ટિયાગોનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ થઈ શકે છે.