Get The App

સુંદર પિચાઈ અબજપતિ બન્યાં, તમિલનાડુના 2 રૂમના ઘરથી સિલિકોન વેલી સુધીની સફર વિશે જાણો

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
સુંદર પિચાઈ અબજપતિ બન્યાં, તમિલનાડુના 2 રૂમના ઘરથી સિલિકોન વેલી સુધીની સફર વિશે જાણો 1 - image


Sundar Pichai Networth: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ અત્યારે સત્તાવાર ધોરણે ધનિક બન્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ હવે 1.1 અબજ ડોલર (આશરે રૂ. 9200 કરોડ) થઈ છે. આલ્ફાબેટના શેર્સ રેકોર્ડ ટોચે પહોંચતાં પિચાઈની નેટવર્થમાં અનેકગણો વધારો થયો છે. 2023થી અત્યારસુધી કંપનીની માર્કેટ વેલ્યૂ 1 લાખ કરોડ ડોલરથી વધી છે. રોકાણકારોને પણ 120 ટકા રિટર્ન મળ્યું છે.

પિચાઈ અબજોપતિની યાદીમાં સામેલ

સુંદર પિચાઈ એક પ્રોફેશનલ સીઈઓ તરીકે અબજોપતિની ક્લબમાં સામેલ થનારા લગભગ પ્રથમ ધનિક છે. સામાન્ય રીતે ટેક્. ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગના અબજોપતિ કંપનીના ફાઉન્ડર અને કો-ફાઉન્ડર હોય છે. સુંદર પિચાઈ આલ્ફાબેટમાં સૌથી લાંબા સમયથી સેવા આપનારા સીઈઓ પણ છે. ઓગસ્ટમાં તેઓ આ પદ પર 10 વર્ષ પૂરા કરશે.

મસ્કે શુભેચ્છા પાઠવી

ગતમહિને પિચાઈએ X  પર પોતાના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. તેમણે પોસ્ટ કરી હતી કે, ઓગસ્ટ, 2015માં આલ્ફાબેટની રચના બાદ યુટ્યૂબ અને ક્લાઉડ જેવા નવા બિઝનેસમાં આકર્ષક ગ્રોથ જોવા મળ્યો છે. 2015મા આલ્ફાબેટની કુલ આવક માત્ર 75 અબજ ડોલર હતી. હવે માત્ર યુટ્યૂબ અને ક્લાઉડની જ વાર્ષિક આવક 110 અબજ ડોલરે પહોંચી છે. આ પોસ્ટ પર સ્પેસ એક્સના માલિક ઈલોન મસ્કે 'પ્રભાવશાળી' કમેન્ટ કરી હતી.

આ પણ વાંચોઃ ઈઝરાયલને ઈતિહાસનો સૌથી મોટો ઝટકો, ફ્રાન્સ પેલેસ્ટાઈનને દેશ તરીકે માન્યતા આપશે

સંઘર્ષથી સફળતા સુધીનો પ્રવાસ

સુંદર પિચાઈની આ કારકિર્દી દિવાસ્વપ્ન જેવી છે. તમિલનાડુમાં એક સામાન્ય મધ્યમવર્ગમાં જન્મેલા સુંદર પિચાઈએ બે રૂમના ઘરમાં બાળપણ વિતાવ્યું હતું. 1993માં તેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા સ્કોલરશિપ મળી હતી. 2004માં ગૂગલમાં નોકરી શરૂ કરી હતી. ધીમે-ધીમે પ્રગતિ કરતાં ગયાં. એન્ડ્રોઈડ ડિવિઝનનું નેતૃત્વ કર્યું અને ક્રોમ બ્રાઉઝરના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.2015માં ગૂગલના સીઈઓ બન્યા હતાં.

આલ્ફાબેટમાં હિસ્સો માત્ર 0.02 ટકા

આલ્ફાબેટમાં સુંદર પિચાઈનો ડાયરેક્ટ સ્ટેક 0.02 ટકા છે. જેની કિંમત રૂ. 3700 કરોડ (44 કરોડ ડોલર) છે. પિચાઈ પાસે અન્ય રોકડ સંપત્તિ વધુ હોવાથી તેમની કુલ સંપત્તિ વધીને 1.1 અબજ ડોલરે પહોંચી છે. 

સુંદર પિચાઈ અબજપતિ બન્યાં, તમિલનાડુના 2 રૂમના ઘરથી સિલિકોન વેલી સુધીની સફર વિશે જાણો 2 - image

Tags :