Get The App

ઈ-ટુ વ્હીલર્સને ફેમ-ટુ સ્કીમ હેઠળ પૂરી પડાતી સબસિડીમાં ઘટાડો કરાયો

- ઇ-ટુવ્હીલર્સ મોંઘા થવાની શકયતા

Updated: May 19th, 2023

GS TEAM


Google News
Google News
ઈ-ટુ  વ્હીલર્સને ફેમ-ટુ સ્કીમ હેઠળ પૂરી પડાતી સબસિડીમાં ઘટાડો કરાયો 1 - image


નવી દિલ્હી : એક તરફ સરકાર દેશમાં વીજ વાહનોનો ફેલાવો વધારવા પ્રયત્નો કરી રહી છે ત્યારે બીજી બાજુ વીજ વાહન ઉદ્યોગ માટે પ્રતિકૂળ એવા નિર્ણયો લઈ રહી છે, જેને પરિણામે વીજ વાહનો સસ્તા થવાને બદલે મોંઘા થઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારે વીજ સંચાલિત ટુ વ્હીલર્સ માટેની  ફાસ્ટર એડોપ્સન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ (હાઈબ્રિડ એન્ડ) ઈલેકટ્રીક વ્હીકલ્સ (ફેમ-ટુ) સબસિડી પ્રતિ કેડબલ્યુએચ જે રૂપિયા ૧૫૦૦૦ હતી તે ઘટાડી રૂપિયા ૧૦,૦૦૦ કરવામાં આવી છે.

સબસિડીની મર્યાદા જે હાલમાં વેચાણ ભાવના મહત્તમ ૪૦ ટકા હતી તે ઘટાડી ૧૫ ટકા કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને કારણે ઈ-ટુ વ્હીલર્સ મોંઘા થવાની ધારણાં રાખવામાં આવી રહી છે. 

ઈ-ટુ વ્હીલર્સને ટેકો માટે રૂપિયા ૨૦૦૦ કરોડની ફાળવણી માર્ચ ૨૦૨૪ની અંતિમ તારીખ પહેલા જ વપરાય જવાની શકયતાને ધ્યાનમાં રાખતા કેન્દ્રનો આ નિર્ણય આવી પડયો છે. 

દસ લાખ ઈ-ટુ વ્હીલર્સને સબસિડી પૂરી પાડવાના ટાર્ગેટમાંથી ૮૦ ટકા ટાર્ગેટ પૂરો થઈ ગયાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

વધુને વધુ લોકોને સબસિડીનો લાભ મળી રહે તેવા હેતુ સાથે કાપ મુકાયો હોવાનો પણ દાવો કરાયો હતો. 

Tags :