સિંગતેલમાં તેજીનું તોફાન: સૌરાષ્ટ્રમાં ઉછાળો
- ક્રૂડ પામ ઓઈલ પરનો એગ્રીસેસ સરકારે ઘટાડયો : દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૪૦૦ કુદાવી ગયા
- વિશ્વ બજારમાં પામતેલ તથા સોયાતેલમાં સામસામા રાહ
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ તેલીબિંયા બજારમાં આજે તેજી આગળ વધી હતી. માગ જોકે ધીમી હતી. ઉત્પાદક મથકોના તથા વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧૩૭૦ તથા કપાસિયા તેલના રૂ.૧૩૩૦ રહ્યા હતા.
સૌરાષ્ટ્ર ખાતે ભાવ ઉછળી સિંગતેલના રૂ.૧૩૨૫ તથા ૧૫ કિલોના રૂ.૨૧૩૦થી ૨૧૪૦ તથા કોટન વોશ્ડના રૂ.૧૨૭૫ રહ્યા હતા. મલેશિયામાં પામતેલના ભાવ ૯૯ પોઈન્ટ ઉંચકાયા હતા. જોકે અમેરિકામાં પામતેલના ભાવ ૯૯ પોઈન્ટ ઉંચકાયા હતા.
જોકે અમેરિકામાં સોયાતેલના ભાવ પ્રોજેકશનમાં ૧૬થી ૧૭ પોઈન્ટ નરમ હતા. મુંબઈ બજારમાં આયાતી પામતેલના ભાવ વધી રૂ.૧૨૭૫ રહ્યા હતા. ૧૫૦ ટનના વેપાર હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૧૨૩૫ રહ્યા હતા.
સોયાતેલના ભાવ મુંબઈ બજારમાં ડિગમના વધી રૂ.૧૨૮૫ તથા રિફાઈન્ડના રૂ.૧૩૨૫ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૧૨૪૦ તથા રિફા.ના રૂ.૧૩૨૦ બોલાતા હતા. મસ્ચર્ડના ભાવ રૂ.૧૫૪૦ તથા રિફા.ના રૂ.૧૫૭૦ રહ્યા હતા. કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૫૧૦ તથા રાઈસબ્રાનના રૂ.૧૧૯૦ રહ્યા હતા.
દિવેલના હાજર ભાવ મુંબઈ બજારમાં આજે ૧૦ કિલોના વધુ રૂ.૩૦ઉછળી રૂ.૧૪૦૦ પાર કરી જાતવાર ભાવ રૂ.૧૪૦૫તી ૧૪૨૫ રહ્યા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૬૭૭૫ વાળા રૂ.૬૯૨૫ રહ્યા હતા. જોકે એરંડા વાયદા બજારમાં માર્ચના ભાવમાં તેજી ધીમી પડતાં રૂ.૬૮૦૪ આસપાસ ઉછાળો પચાવાઈ રહ્યો હતો.
મુંબઈ ખોળ બજારમાં આજે ટનદીઠ ભાવ એરંડા ખોળના રૂ.૧૦૦ વધ્યા હતા જ્યારે સોયાખોળના રૂ.૫૦૦, સિંગખોળના રૂ.૫૦૦ તથા કપાસિયા ખોળના રૂ.૧૦૦૦ ઉંચા બોલાઈ રહ્યા હતા. અન્ય ખોળો શાંત હતા.
દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ પરનો એગ્રી-સેસ ૭.૫૦ ટકાથી ઘટાડી સરકારે પાંચ ટકા કર્યો છે. આના પગલે ક્રૂડ પામતેલ તથા રિફા.ના પામતેલની ઈમ્પોર્ટ ડયુટી વચ્ચેનો તફાવત ઘટયો છે. આવો તફાવત વધી૮.૫૦ ટકા થયો છે.
જોકે આવો તફાવત ૧૧ ટકા થાય તો ઘરઆંગણે રિફાઈનરીઓને રાહત થઈ શકશે એવું બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, રૂની ઓલ ઈન્ડિયા આવકો આજે ૧ લાખ ૧૫થી ૨૦ હજાર ગાંસડી આવી હતી. સોયાબીનની આવકો મધ્ય પ્રદેશમાં ૧ લાખ ૨૫ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા ૨ લાખ ૭૦ હજાર ગુણી આવી હતી.